ગુજરાત

gujarat

ETV Bharat / state

CVMના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહની કરી ઉજવણી - રૂતર વિદ્યામંડળ અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પ

આણંદ: સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આણંદ શહેરમાં ન્યુ વિદ્યાનગર ખાતે આવેલ cvm યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

cvmના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહની કરી ઉજવણી
cvmના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રિય માર્ગ સલામતી સપ્તાહની કરી ઉજવણી

By

Published : Jan 14, 2020, 4:02 AM IST

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઝાયડસ કેડિલા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડની શાહી સવારી કહેવાતી ઓટોરિક્ષાના ચાલકોનું મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરી સ્વાસ્થ્ય સંબંધિત સલાહ આપવામાં આવી હતી.

special-story-of-kite-festival-2-mahesana
આણંદ શહેરના જનતા ચોકડી પાસે આવેલ ફોર્મ ચરોતર સીએનજી ગેસના ફિલિંગ સ્ટેશન આવતા રિક્ષાચાલકોને આ કૅમ્પની જાણકારી આપી નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આણંદ જિલ્લા રિક્ષા યુનિયનની અને અન્ય રિક્ષાચાલકોનું વિનામૂલ્યે આરોગ્યલક્ષી સલાહ આપી તેમને માર્ગ સલામતી માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

ચારૂતર વિદ્યામંડળ અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં અંદાજીત ૧૦૦ કરતાં વધુ રિક્ષાચાલકોને ફ્રી મા નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details