આણંદ: ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા (Khambhat Ram Navami Procession)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાંથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જો કે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી મસ્જીદ પાસે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.
પરિસ્થિતિ કાબુમાં લેવા કાર્યવાહી: આ સમયે હાજર પોલીસની ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા કોશીશ કરી હતી, પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો (Khambhat group pelted) શરૂ થઈ ગયો હતો. આથી, તુરંત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તુરંત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
દુકાનો પણ સળગાવી દેવાય: જોકે, પોલીસ પહોચે તે પહેલા પથ્થરમારો કરવા ઉપરાંત આઠ જેટલી દુકાનો પણ સળગાવી દેવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાના પગલે પંથકમાં ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા (Anand superintendent of police) અજીત રાજ્યન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પેટ્રોલીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.