આણંદઃ કોવિંડના કારણે જ્યારે સમગ્ર શિક્ષણ ક્ષેત્ર બંધ રહેવા પામ્યું છે, ત્યારે સરકારી નોકરી મેળવવા અને કારકિર્દીની ચિંતા કરતા વિદ્યાર્થીઓમાં અસમંજસ ભરી પરિસ્થિતિ ઊભી થઇ છે. એક તરફ વિદ્યાર્થીઓ કોરોનાના કારણે સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે તો બીજી તરફ આવનાર સમયમાં પરીક્ષા લેવાશે કે કેમ અને તેમના ભવિષ્યને લઈને પણ ચિંતિત છે. ત્યારે વિદ્યાર્થીઓની મનોદશા દયનીય થઈ છે.
કોરોના ઈફેક્ટ: વિદ્યાર્થીઓની માનસિક મુંઝવણમાં થયો વધારો - લોકડાઉન
કોવિડ-19ની મહામારી વચ્ચે જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં બંધ હતો ત્યારે તેની વિપરીત અસર વિદ્યાર્થીઓના માનસ ઉપર થઈ છે. ત્યારે ETV BHARAT દ્વારા વિદ્યાર્થીઓ સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ તૈયારી કરતા હોય છે. ત્યારે કોરોનાના કારણે જ્યારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર બંધ રહ્યું છે અને બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સરકાર દ્વારા કોઇ યોગ્ય જાહેરાત કરવામાં આવી રહી નથી ત્યારે, વિદ્યાર્થીઓમાં કરીએ તો કરીએ શું ની પરિસ્થિતિ ઊભી થઇ છે અને આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના માનસ પર વિપરીત અસર જોવા મળી રહી છે.
આ અંગે સરદાર પટેલ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના પ્રોફેસર ડો.સમીર પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ આવા સમયે અન્ય વિચારો કર્યા સિવાય અભ્યાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ અને લોકડાઉનમાં મળેલા સમયનો અભ્યાસ માટે સદઉપયોગ કરવો જોઈએ.