ગુજરાત

gujarat

ETV Bharat / state

અમૂલ ડેરીને નવા વાઈસ ચેરમેન મળશે, મંગળવારે યોજાશે મત ગણતરી - અમૂલ ડેરી વાઇસ ચેરમેન

અમૂલના એમડીએ હોદ્દેદારોને પત્ર લખી જાણકારી આપી હતી તે ટૂંક સમયમાં અમૂલને નવા વાઇસ ચેરમેન મળશે. વિશ્વસ્તરે દૂધ ઉત્પાદનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર આણંદની અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વાઇસ ચેરમેન પદનો ( Amul Dairy Vice Chairman ) વિવાદ અતિ ચર્ચિત રહ્યો હતો. આવતીકાલે 6 સપ્ટેમ્બરે મત ગણતરી ( Counting of votes of Amul Dairy Vice Chairman ) યોજાવાની છે.

અમૂલ ડેરીને નવા વાઈસ ચેરમેન મળશે, મંગળવારે યોજાશે મત ગણતરી
અમૂલ ડેરીને નવા વાઈસ ચેરમેન મળશે, મંગળવારે યોજાશે મત ગણતરી

By

Published : Sep 5, 2022, 8:49 PM IST

આણંદ ભારે રસાકસી વચ્ચે થયેલી અમૂલના નિયામક મંડળની ચૂંટણીમાં ડિરેક્ટર બનેલા સભ્યો દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ ( Amul Dairy Vice Chairman ) માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે . છેલ્લા નિયામક મંડળની ચૂંટણી બાદ અમૂલમાં ચેરમેન પદ માટે ફક્ત એક રામસિંહ પરમારનું નામ પસંદ થયું હતું, પરંતુ વાઈસ ચેરમેન પદ ( Amul Dairy Vice Chairman ) માટે બે ડિરેક્ટર દ્વારા દાવેદારી નોંધાવતા મામલો વિવાદિત બન્યો હતો અને અંતે અમૂલના બે ડિરેક્ટર કાન્તિ સોઢા પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવી ન્યાય માંગવામાં આવ્યો હતો. જે મામલે હાઇકોર્ટ દ્વારા ચૂકાદો રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં આપવામાં આવ્યો હતો.

સરકારી પ્રતિનિધિઓના મતના વિવાદ બાદ કાનૂની કાર્યવાહીને લઈ મત ગણતરી સ્થગિત કરવામાં આવી હતી

મતગણતરી થશેહાઇકોર્ટના ચૂકાદા બાદ હવે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની ( Amul Dairy Vice Chairman ) ચૂંટણી બાદ થયેલા મતદાનની મતગણતરી હાથ ધરાશે. સરકાર દ્વારા મુકાયેલા સરકારી પ્રતિનિધિઓના મતના વિવાદ બાદ કાનૂની કાર્યવાહીને લઈ મત ગણતરી સ્થગિત કરવામાં આવી હતી. હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ હવે સ્થગિત કરાયેલી મત ગણતરી પુન શરૂ ( Counting of votes of Amul Dairy Vice Chairman )કરવામાં આવશે. આગામી 6 સપ્ટેમ્બરે અમૂલના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટેની મત ગણતરી હાથ ધરાશે. આ મામલે અમૂલના એમડીએ હોદેદારોને પત્ર લખી જાણકારી આપવામાં આવી હતી.

6 સપ્ટેમ્બર પરિણામઆગામી થોડા દિવસોમાં અમૂલના વાઇસ ચેરમેન પદની ( Amul Dairy Vice Chairman ) ખાલી પડેલી ખુરશીને આગામી સમયમાં તેનો સુકાની મળી જશે. હાલ રાજેન્દ્રસિંહ પરમાર અને પપ્પુ પાઠક દ્વારા વાઈસ ચેરમેન પદ માટેની દાવેદારી નોંધાવી હતી. જે હવે આગામી દિવસોમાં 6 સપ્ટેમ્બરના દિવસે કોન્ફ્રન્સ હોલમાં થનાર મત ગણતરી બાદ પરિણામ જાહેર થવાની અમૂલ રાહ જોઈ બેઠું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details