ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતની સ્થિતિ નિયંત્રણમાં, પુનઃ વસવાટ માટે પોલીસની પહેલ - Khambhat Corporation News

ગત 23 ફેબ્રુઆરીના રોજ ખંભાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનો બાદ હવે જનજીવન ધીરે-ધીરે થાળે પડી રહ્યું છે, ત્યારે તોફાનોના સંદર્ભે ગુનાઓ દાખલ કરી ગુનેગારોને આકરી સજા મળે તે માટે પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે. અલગ-અલગ ગુનાઓ સંદર્ભે કુલ 102 કરતાં વધુ આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા પ્રાથમિક કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે, ખંભાત ખાતે DYSP ભારતીબેન પંડ્યા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ખંભાતની પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

khambhat
khambhat

By

Published : Feb 29, 2020, 12:00 PM IST

Updated : Feb 29, 2020, 12:14 PM IST

ખંભાતઃ ખંભાત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમા DYSP ભારતીબેન પંડ્યાએ માહિતી આપતા કહ્યું હતું કે, "ખંભાતમાં જે કોમી તોફાનો થયા હતા, તે સંદર્ભે અલગ-અલગ ગુના દાખલ કરી પોલીસ પ્રશાસન દ્વારા આરોપીઓની અટકાયત માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે. જેમાં 102 કરતાં વધુ આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. સાથે-સાથે ફરાર થઈ ગયેલા તોફાની તત્વોને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાંચ જેટલી જુદી-જુદી ટીમો બનાવી અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.

ખંભાતમાં પુનઃ વસવાટ માટે તંત્રએ પ્રયત્નો કર્યા ચાલુ
ખંભાતમાં થયેલા તોફાનોમાં 23 જેટલા નાગરિકોને ઇજા થઈ હતી તથા 9 જેટલા પોલીસ જવાનોને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ સાથે એક પોલીસ જવાનને આરોપીની અટકાયત કરવા જતા સમયે ગંભીર પ્રકારનો માર માર્યાની ફરિયાદ પણ દાખલ થઇ હોવાની જાણકારી ભારતીબેન પંડ્યા આપી હતી. તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, "સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમો થકી અફવા ફેલાવનાર અસામાજિક તત્વો વિરૂદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ ખંભાતની શાંતિ ઢોળવાનો પ્રયત્ન કરશે, તે તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી આકરી સજા કરવામાં આવશે."તોફાનોના કારણે ખંભાત છોડીને નીકળી ગયેલા સ્થાનિકોને પરત ફરવા માટે અપીલ કરી હતી અને ખંભાતમાં પુનઃ શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતાં. પુનર્વસવાટ અંગે માહિતી આપતા ભારતીબેને જણાવ્યું હતું કે, "પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ સાથે પેટ્રોલિંગ કરી રહી છે. આ સાથે સ્થાનિકોને સમજાવી રહી છે કે, ભયના માહોલમાં રહેવાની હવે જરૂર નથી. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થાનિકો પુનર્વસવાટ માટે આવી શકે છે. આમ, પોલીસ લોકોમાં રહેલા ભયને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે."
Last Updated : Feb 29, 2020, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details