ગુજરાત

gujarat

આણંદ શહેરમાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્યવિભાગ સહિત તમામ તંત્ર હરકતમાં

By

Published : Jun 13, 2020, 7:31 PM IST

વૈશ્વિક મહામારી કોરોનાની ઝપેટમાં આણંદ જિલ્લામાં 121 કે સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે આણંદ શહેર પણ આ વાઈરસની ઝપેટમાં આવવા પામ્યું છે. આણંદ શહેરમાં છેલ્લાં બે દિવસ અગાઉ કપાસીયા બજાર અને ગતરોજ સલાટીયાપુરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. જેથી આરોગ્ય વહીવટી અને પોલીસ તથા પાલિકાતંત્ર દ્વારા સંક્રમિત વિસ્તારમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ppe કીટ પહેરી બંને વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આણંદ શહેરમાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્યવિભાગ સહિત તમામ તંત્ર હરકતમાં
આણંદ શહેરમાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્યવિભાગ સહિત તમામ તંત્ર હરકતમાં

આણંદઃ અત્યાર સુધી આણંદ જિલ્લામાં કુલ 3799 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેમાંથી 121 દર્દીઓ કોરોના પોઝિટિવ તથા ૧૨ વ્યક્તિઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં છે. અન્ય ત્રણ વ્યક્તિઓ નોન કોવિડ કારણોથી મૃત્યુ પામ્યાં છે, ત્યારે હવે આણંદ શહેર પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવી જવા પામ્યું છે.

આણંદ શહેરના કપાસીયા બજાર અને બાદમાં સલાટીયાપુરા વિસ્તારમાં આવેલ આશાનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ દર્દી સામે આવતાં આણંદ જિલ્લાનું આરોગ્યતંત્ર, વહીવટીતંત્ર, પોલીસ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સંક્રમિત વિસ્તારમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આણંદ શહેરમાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્યવિભાગ સહિત તમામ તંત્ર હરકતમાં
આણંદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા સંક્રમિત વિસ્તારને કોર્ડન કરી વિસ્તારના સેનિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સફાઈ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા પીપીઈ કિટ આપવામાં આવી હતી. જેથી સંક્રમિત વિસ્તારમાં સફાઈ કામગીરી દરમિયાન સફાઈ કામદારોની સુરક્ષા અને આરોગ્ય અને સલામતી જળવાઈ રહે.
આણંદ શહેરમાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્યવિભાગ સહિત તમામ તંત્ર હરકતમાં
આણંદ મ્યૂનિસિપલમાં ફરજ બજાવતા ઝોનલ ઓફિસર તુષાર મોડે Etv bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આણંદ આરોગ્યવિભાગ અને નગરપાલિકા દ્વારા સંક્રમિત દર્દીના રહેઠાણ વિસ્તારને કોર્ડન કરી આસપાસના તમામ નાગરિકોંના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ નગરપાલિકા દ્વારા સરકારી ધારાધોરણ અનુસાર આ વિસ્તારમાંં સેનેટાઈઝર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી આસપાસના વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય. સંક્રમિત વિસ્તારમાંથી ઉઘરાવવામાં આવતાં ઘન અને પ્રવાહી કચરાનો પણ નિયમ અનુસાર નિકાલ કરવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણને સંભવિત એટલું ઘટાડી શકાય. વધુમાં તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે social distancing અને સ્વચ્છતા માટેના સરકારે આપેલ નિયમોનું પાલન કરવું જોઇએ તથા કામ સિવાય નીકળવાનું ટાળી કોરોના વાઇરસ સામેના જંગમાં દેશને મદદરૂપ થવું જોઈએ. આ મહામારીમાં સલામત રહેવા સરકાર દ્વારા જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરવું જોઇએ.આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીરેધીરે જે પ્રમાણે કોરોના સંક્રમણ સામે આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા સંક્રમણને રોકવા માટે જરૂરી સલામતી સાથે સેનેટાઈઝ પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ સાથે નાગરિકોની પણ એટલી જ ફરજ બને છે કે સ્વયં શિસ્તમાં રહે, સરકારી ગાઈડલાઈનનું પાલન કરે અને કોરોના સામે પોતે તથા પોતાના પરિવારને સલામત રાખે.

ABOUT THE AUTHOR

...view details