આણંદઃ દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવા અને કોરોના સામે યુવાનો-વૃદ્ધો સહિત બાળકોને પણ સુરક્ષા પ્રદાન કરવાનાઉદ્દેશથી (Corona Vaccination for Children)રાજયમાં આજથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાન અંતર્ગત આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લાામાં 15 થી 18 વર્ષના કિશોરોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં (Corona vaccine for children in Gujarat )આવ્યો હતો. આણંદમાં શાળાએ જતા 84,398 અને શાળાએ ન જતા હોય તેવા 24,460 બાળકો મળી કુલ 1,08,858 કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોને કોરોના રસી આપવામાં આવી
આણંદ શહેરની ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ડી. એન. હાઇસ્કૂરલમાં કોરોના રસી પ્રારંભ પ્રસંગે (Vaccination of children in Anand) આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રિસિંહ ચુડાસમા, આણંદ જિલ્લાા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર સહિત જિલ્લાભના ઉચ્ચષ અધિકારીઓએ શાળામાં બાળકોને આપવામાં આવી રહેલ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ બાળકોનો ઉત્સાંહ વધારી તેઓની સાથે સંવાદ કર્યો હતો.સાંસદ મિતેષભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ બાળકોએ રસી લીધા બાદ તેમના માટે તૈયાર કરવામાં આવેલ ઓબજર્વેશન રૂમની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કરી રસી મૂકાવ્યાા પછી કોઈ આડઅસર થઇ છે કે કેમ તે અંગેની પૃચ્છાર કરતાં તમામ બાળકોએ કોઇ આડઅસર થઇ ન હોવાનું જણાવ્યું હતું. આ સમયે તમામ બાળકો પર રસી મૂકાવ્યાાની એક ખુશી પણ જોવા મળી રહી હતી.
કોરોના રસીથી બાળકોમાં કોઈ આડ અસર નહીં
સાંસદ મિતેષભાઈ પટેલએ બાળકોને રસી મૂકાવ્યા બાદ તેમના અનુભવો પોતાના મિત્રોને જણાવવા અને રસીથી કોઈ આડઅસર થતી ન નથી રસી મૂકાવી લેવાનો સંદેશો પોતાનું જો વોટસઅપ ગૃપ હોય તો તેના મારફતે પણ પહોંચાડવા સુચવ્યું હતું. પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રલસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રાભાઇ પટેલ દ્વારા રાજ્યના એક પણબાળક રસીના લાભથી વંચિત ન રહી જાયઅને તમામ બાળકો સુરક્ષિત રહે તે માટે જે આયોજન કર્યું છે. તેનો લાભ લઈ તમામ બાળકોને રસી મૂકાવી દઇ સુરક્ષિત થવા અપીલ કરી હતી.જિલ્લાે કલેકટર મનોજ દક્ષિણીએ સમગ્ર જિલ્લાળમાં આગામી પાંચ થી સાત દિવસમાં ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું ઘનિષ્ઠઆ આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવી બાળકો અને વાલીઓને કોરોના રસી મૂકાવી સુરક્ષિત થવા અપીલ કરી છે.