આણંદઃગુજરાતના સેંકડો લોકો ભારત બહાર સ્થાયી થઈને NRI ( Non Resident Indian) તરીકે ઓળખાય છે. NRI સમયાંતરે વતનમાં આવતા રહેતા હોય છે. મોટે ભાગે ડીસેમ્બરમાં વાતાવરણની અનુકૂળતાના કારણે અને વિદેશમાં તહેવારોની રજાઓને ચાલતે મોટા પ્રમાણ NRI લોકોનું વતનમાં આગમન થતું હોય છે. આ વખતે ગુજરાતમાં સૌથી (Corona cases in Gujarat )વધુ 2500 જેટલા NRI ( Non Resident Indian) આણંદ જિલ્લામાં આવ્યાનું તારણ જાણવા મળી રહ્યું છે, આણંદ જિલ્લો હાલ કોરોનાના વધુ કેસ ધરાવતા જિલ્લાની યાદીમાં મહાનગરોની બરોબરીમાં આવી ગયો છે, ત્યારે વિદેશથી વતનમાં આવેલા NRIને કોરોના સંક્રમણઅને પરત જવાની ચિંતામાં ભય સતાવતો થયો છે.
ઘણા NRI કોરોના પોઝિટિવ
રાજ્યમાં વિદેશથી વતનની મુલાકાતે આવેલા NRIની ( Non Resident Indian) જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં 2500,ખેડામાં 1600, નવસારીમાં 1000 જેટલા NRI ( Non Resident Indian) આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જિલ્લામાં વિદેશથી આવેલા NRIમાંથી ઘણા NRI કોરોના પોઝિટિવ સામે આવી ચુક્યા છે. પોઝિટિવ વાળા તમામને આઇસોલેશન અથવા હોસ્પિટલમાં અને બાકીના સંપર્કમાં આવેલા પ્રવાસીઓને હોમ કોરોન્ટાઇનમાં રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.