ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Case In Gujarat: આણંદમાં કોરોનાનો વિસ્ફોટ, જાણો ક્યાં કેટલા એક્ટિવ કેસ

કોરોનાની ત્રીજી લહેરમાં (third wave of the corona) કોરોનાના કેસો (Corona Case In Gujarat) અને ઓમિક્રોનના કેસો બુલેટ સ્પીડથી વધી રહ્યાં છે. જેને પગલે રાજય સરકાર દ્વારા સલામતીના ભાગરૂપે મહાનગરોમાં ગઇકાલથી (શુક્રવાર) રાત્રી કર્ફયૂ લાદવામાં આવ્યો છે. આ સાથે આણંદ અને નડિયાદમાં પણ રાત્રે 10થી સવારે 6 કલાક સુધી કર્ફયૂ લગાડવામાં આવ્યો છે.

Corona Case In Gujarat: આણંદમાં કોરોનાના વિસ્ફોટ, જાણો કુલ કેટલા એક્ટિવ કેસ
Corona Case In Gujarat: આણંદમાં કોરોનાના વિસ્ફોટ, જાણો કુલ કેટલા એક્ટિવ કેસ

By

Published : Jan 8, 2022, 4:48 PM IST

આણંદ:કોરોનાની ત્રીજી લહેરમાં (third wave of the corona) સંક્રમણના વધતા વ્યાપમાં આણંદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસો (Corona Case In Gujarat) નોંધાયા છે. બીજી તરફ રાજયના મહાનગરોમાં પણ સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના પગલે રાજય સરકાર દ્વારા રાજયના મહાનગરોમાં રાત્રી કર્ફયૂ લાદવામાં આવ્યો છે.

આણંદમાં કોરોનાનો વિસ્ફોટ, મુખ્યપ્રઘાન વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી

કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન 5 ગણો વધારો થઇ રહ્યો છે. જેને પગલે રાજય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કર્ફયૂ લાદવામાં આવ્યો છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા સંક્રમણમાં ઘટાડો થાય તે માટે વેક્સિનેશન, કોરોના ગાઇડલાઇનના (Corona guideline) ચુસ્ત પાલન સહિતના ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. તમામ જિલ્લામાં કોરોનાની સાથોસાથ ઓમિક્રોનના કેસો (Omicron case In Gujarat) સામે આવી રહ્યાં છે. જો કર્ફયૂથી સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો સંભવિત કર્ફયૂના દિવસોમાં વધારો થઇ શકેશે તેવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે. આણંદમાં વધતા જતા કેસોની ગંભીરતાને ધ્યાને મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે 7 તારીખે વિડીયો કોન્ફરન્સથી કલેકટર સહિતના અધિકારીઓ સાથે સંક્રમણ સામે તંત્રની તૈયારીઓ અને આયોજન અંગે સમીક્ષા કરી હતી.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉકાળાનું વિતરણ કરાશે

આણંદમાં વધતા કેસોને કાબુમાં લાવવા 10 જાન્યુઆરીથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. જિલ્લાના તમામ વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તાર સુધી ઉકાળાની વિતરણ વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચન કરાયું છે. આ ઉપરાંત, વિડીયો કોન્ફરન્સમાં ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના પદાધિકારીઓએ વેક્સિનેશન ડ્રાઇવ, હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યવસ્થા તથા બેડની ઉપલ્બધતા અને દવાઓની વિગતો રજૂ કરી હતી.

જાણો જિલ્લામાં કેટલા એકિટવ કેસ છે?

જિલ્લામાં એકિટવ 547 કેસમાંથી 513ને હોમ આઇસોલેશટ કરાયા છે જ્યારે 34 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આણંદમા આજ શનિવારની વાત કરીએ તો 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ચિંતાની બાબત એ છે કે, આણંદ શહેર અને તાલુકા મળીને કુલ 109 કેસ નોંધાયા છે. આ સાથે પેટલાદ, આંકલાવ અને ખંભાતમાં 3-3, સોજીત્રામાં ૪, તારાપુર,ઉમરેઠમાં 2-2 અને બોરસદમાં 7 પોઝિટિવ કેસનો વિસ્ફોટ થયો છે. હાલ જિલ્લામાં 547 એકિટવ કેસની સંખ્યા છે. જે પૈકી ૩૪ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 32 દર્દીની સ્થિતિ સ્થિર છે ઉપરાંત બે દર્દીઓ ઓકિસજન હેઠળ સારવાર લઇ રહ્યા છે, જ્યારે 513 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં મહાનગરોની સાથોસાથ આણંદ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિએ વધી રહી છે.

આ પણ વાંચો:

કોરોના કેસમાં વધારો થતા લેવાયો નિર્ણય, આજથી સુપ્રીમ કોર્ટમાં થશે વર્ચ્યુઅલ સુનાવણી

Corona Cases Increase : સુરત હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, તંત્ર થયું દોડતું

ABOUT THE AUTHOR

...view details