ગુજરાત

gujarat

By

Published : Mar 7, 2021, 10:41 PM IST

ETV Bharat / state

આણંદની યુવતી વિસનગરના પરમહંસ આશ્રમમાં આવી સાધ્વી બનતા વિવાદ છેડાયો, બાબા પર લાગ્યા વશીકરણના આક્ષેપો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં કડા ગામ નજીક પરમહંસ નામે બાબાનો એક આશ્રમ આવેલો છે. જ્યાં પાંચ વર્ષ પહેલાં એક યુવતી પોતાના મંગેતર સાથે આવી બાબના દર્શન સંપર્કમાં આવી હતી. જે બાદ તેની સગાઈ તૂટી જતા તેને અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે યુવતીનું સુખી લગ્ન જીવન લાબું ન ટકતા બન્ને વચ્ચે છુટાછેડાનો પ્રશ્ન શરૂ થયો હતો ત્યાં આ યુવતી પોતાના માતાપિતા સાથે રહી પોતે શિક્ષિત હોઈ આઇટી કંપનીમાં નોકરી કરી એકલી રહેવા લાગી હતી. તેનો વિસનગરના પરમહંસ આશ્રમમાં રહેતા પરમાનંદ બાબા જોડે સંપર્ક હોઈ તે બાબાના વસ થઈ હોવાના આક્ષેપો યુવતીના માતાપિતાએ લગાવ્યાં છે.

આણંદની યુવતી વિસનગરના પરમહંસ આશ્રમમાં આવી સાધ્વી બનતા વિવાદ છેડાયો
આણંદની યુવતી વિસનગરના પરમહંસ આશ્રમમાં આવી સાધ્વી બનતા વિવાદ છેડાયો

  • આણંદની યુવતી વિસનગરના પરમહંસ આશ્રમમાં આવી સાધ્વી બનતા વિવાદ છેડાયો
  • મહિલાએ સાંસારિક જીવન છોડી આશ્રમમાં રહેતા માતાપિતા પોલીસના શરણે પહોંચ્યા
  • આ મહિલા છેલ્લા પાંચ વર્ષથી બાબના સંપર્કમાં હતી
  • દીકરી પર વશીકરણ કરી આશ્રમમાં રખાઈ હોવાના માતાપિતાએ લગાવ્યાં આક્ષેપો

મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકામાં કડા ગામ નજીક પરમહંસ નામે બાબાનો એક આશ્રમ આવેલો છે. જ્યાં પાંચ વર્ષ પહેલાં એક યુવતી પોતાના મંગેતર સાથે આવી બાબના દર્શન સંપર્કમાં આવી હતી. જે બાદ તેની સગાઈ તૂટી જતા તેને અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે યુવતીનું સુખી લગ્ન જીવન લાબું ન ટકતા બન્ને વચ્ચે છુટાછેડાનો પ્રશ્ન શરૂ થયો હતો ત્યાં આ યુવતી પોતાના માતાપિતા સાથે રહી પોતે શિક્ષિત હોઈ આઇટી કંપનીમાં નોકરી કરી એકલી રહેવા લાગી હતી. તેનો વિસનગરના પરમહંસ આશ્રમમાં રહેતા પરમાનંદ બાબા જોડે સંપર્ક હોઈ તે બાબાના વસ થઈ હોવાના આક્ષેપો યુવતીના માતાપિતાએ લગાવ્યાં છે. 42 વર્ષીય પરમાનંદ નામના બાબાને ગુરુ બનાવી તેમની સાથે સન્યાસી જીવન જીવવા યુવતી ગત 14 એપ્રિલે વેલેન્ટાઈન ડેના દિવસે બાબના આશ્રમે આવી પોતાના માતાપિતાને અલવિદા કર્યું હતું.

આણંદની યુવતી વિસનગરના પરમહંસ આશ્રમમાં આવી સાધ્વી બનતા વિવાદ છેડાયો

આણંદ પોલીસે પરમહંસ આશ્રમ ખાતે તપાસ કરી

આણંદ પોલીસને અરજી મળતા તુરંત યુવતીના માતા પિતાની સાથે મહેસાણા કડા પરમહંસ આશ્રમ ખાતે ટીમ તપાસમાં મોકલી આપી હતી, આ અરજી અંગે આણંદ ટાઉન પોલીસ ઇન્સપેક્ટર યશવંત ચૌહાણનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિવારે કરેલી અરજીમાં કડા પરમહંસ યોગ આશ્રમના સંચાલક બાબા દ્વારા તેમની દીકરીને છેલ્લા ચાર માસથી અવાર નવર ફોન કરી માયા જાળમાં ફસાવી ઘર છોડવા માટે અને સાંસારીક જીવનનો ત્યાગ કરી સગાસંબંધીઓની વિરુદ્ધ ભડકાવી હતી. જે બાદ તેમની દીકરી ઘરેથી નીકળી આશ્રમ ખાતે પહોંચી ગયા હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદનો નિત્યાનંદ આશ્રમ ફરી વિવાદમાં, યુવતી ગુમ થવા મામલે સર્જાયો વિવાદ...

યુવતી પુખ્ત વયની હોય અને તેની ઈચ્છાથી આ પગલું ભર્યું હોવાનું જણાવતા ટીમ પરત આવી

આણંદ ટાઉનમાં પી.આઈ યશવંત ચૌહાણના જણાવ્યાં પ્રમાણે આણંદથી યુવતી માતા પિતાને સાથે પોલીસની ટીમ આશ્રમ ખાતે યુવતીનું નિવેદન લેવા ગઈ હતી. જ્યાં યુવતી પુક્ત વયની હોય અને તેના નિવેદન પ્રમાણે તે સ્વૈચ્છિક રીતે આ આશ્રમ ખાતે આવી હોવાની અને તેના પર કોઈ જોર જબદરસ્તી ન હોવાની જાણકારી આપી હતી. યુવતીના વાલી દ્વારા પણ યુવતી સાથે ચર્ચા કરવામાં આવી હતી. યુવતી પુક્ત વયની હોય અને તેની ઈચ્છાથી આ પગલું ભર્યું હોવાનું જણાવતા ટીમ પરત આવી હતી. યુવતીના નિવેદન બાદ કોઈ ગુનાહિત કૃત્ય સાબિત થતું ન હોય કોઈ કાયદા કીય કાર્યવાહી કરવાની રહેતી ન હોવાની જાણકારી તેમને આપી હતી.

પોલીસે સાધ્વીનું નિવેદન લઈ આશ્રમમાં મોકલી આપી

વિસનગર આશ્રમમાં પોતાની દીકરીને શોધવા માતાપિતા આણંદ પોલીસને સાથે રાખી વિસનગર પહોંચ્યાં હતા. યુવતી પોતે સાંસારિક જીવનથી ત્રસ્ત બની પોતાના આત્મા અને લોકોના કલ્યાણ માટે આશ્રમમાં રહેવા પોતાની ઇચ્છાથી આવી હોવાનું નિવેદન આપતા આનંદ પોલીસ ખાલી હાથ પાછી ફરી છે. એક તરફ યુવતીએ પોતાના સાંસારિક જીવનથી ત્રસ્ત હોવાની વાત કરી છે, ત્યાં બીજી તરફ યુવતીના માતા પિતાએ વિસનગરના આશ્રમ પર રહેતા બાબાએ તેમની દીકરી પર મેલી વિદ્યાનો ઉપયોગ કરી વશીકરણ કરી 1.50 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપો કર્યા છે. પોતાની દીકરીની સલામતી અને આશ્રમના બાબા પર શંકા જતાવતા વિસનગર તાલુકા પોલીસ મથકે તપાસ કરવા લેખિત રજૂઆત કરી છે.

આણંદની યુવતી વિસનગરના પરમહંસ આશ્રમમાં આવી સાધ્વી બનતા વિવાદ છેડાયો

ABOUT THE AUTHOR

...view details