ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન - Picketing in Anand

રાજ્યમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી દીધું છે, ત્યારે આણંદ જિલ્લા કોંગ્રેસના આગેવાનોને કાર્યકરો દ્વારા ઇંધણના ભાવમાં આવી રહેલા સતત વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Anand Breaking News
Anand Breaking News

By

Published : Jun 11, 2021, 1:54 PM IST

  • પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
  • જિલ્લા પ્રમુખ સહિત કોંગી કાર્યકરો રહ્યા ઉપસ્થિત
  • પોલીસે ભેગા થયેલા કોંગી કાર્યકરોની કરી અટકાયત

આણંદ : શહેરના મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલા પેટ્રોલ પમ્પ બહાર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સાથે કોંગ્રેસી કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમયના આ કાર્યક્રમમાં શરૂઆતમાં 11 વાગ્યાનો સમય કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો. જેની શરૂઆત મોડી થઈ હતી. કાર્યકરો પહેલા પોલીસ અને મીડિયાના કર્મીઓએ જિલ્લા કોંગ્રેસના કર્મચારીઓના આગમનની નિશ્ચિત સમય ઉપરાંત પ્રતીક્ષા કરવી પડી હતી.

આણંદમાં પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા, રાજકોટમાં congressના 25 નેતાઓની અટકાયત

કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી

મહત્વનું છે કે, મોડા તો મોડા શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે પોલીસની ટાઉન-ટુ ગાડીમાં વિરોધ કરતા કાર્યકરોને અટકાયત કરી લઇ જવાની ઉતાવળમાં આણંદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહને બેસાડવાના રહી ગયા હતા. જેનું પોલીસને ધ્યાને આવતા ખાનગી વાહનમાં લઇ જવા ફરજ પડી હતી.

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : સાબરકાંઠા: ઈડર અને હિંમતનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 25થી વધારે કાર્યકર્તાઓની અટકાયત

ગુરુવારે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી

કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. જેની ગુરુવારે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. જેથી આણંદ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જાહેર કરવામાં આવેલા સમય કરતાં અડધો કલાક મોડો શરૂ થયો હતો. જે ગણતરીની મિનિટોમાંજ આટોપાઈ ગયો હતો. જે ઇંધણના ભાવ પર અસર છે તેના કરતા વધારે ટ્રાફિક જામ કરી પ્રજાના ઈંધણનો વ્યય થતો નજરે પડ્યો હતો.

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details