આણંદઃ પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના ફાર્મ હાઉસમાં ગુરુવારે રાત્રિના સમયે આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ જવાનોએ છાપો મારી 11 જેટલા નબીરાઓને વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પેટલાદ શહેર પોલીસમથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસ MLAનું ફાર્મહાઉસ દારુની મહેફિલનું હોટસ્પોટ! પાર્ટી કરતાં 11 નબીરાને ઝડપાયાં - Congress MLA
પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના ફાર્મ હાઉસમાં ગુરુવારે રાત્રે ચાલી રહેલી દારુ પાર્ટીની ખબરે પંથકમાં ચકચાર જગાવી છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ જવાનોએ દરોડો પાડી 11 નબીરાઓને વિદેશી દારૂની મહેફિલ માણતાં ઝડપી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
સ્થળ પરથી ધારાસભ્ય નિરંજનભાઇ પટેલના પૌત્ર સૌરભ પટેલ, જીગર પટેલ, અને કેડીસીસી બેંકના મેનેજર પણ રાઉન્ડ ઓફ કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતાં. જો કે, તેઓને દારૂનું સેવન નહીં કર્યું હોઇ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે 8 લોકો પ્રાથમિક રીતે દારૂ પીધેલા મળી આવતાં તેના મેડિકલ ટેસ્ટ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં. પોલીસને સ્થળ ઉપરથી બે વિદેશી દારૂની બોટલો અને એક થોડો વિદેશી દારૂ ભરેલી બોટલ તથા બાઈટિંગની ચીજવસ્તુઓ વગેરે મળી આવ્યાં હતાં તે જપ્ત કરીને મહેફિલનો કેસ દાખલ કરી પ્રોહિબિશનના ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં જ્યારે દારૂબંધી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દારૂને લઈને અનેક વાર કાર્યક્રમમાં પોતાના નિવેદનો આપતાં હોય છે. તેવા સંજોગોમાં પેટલાદમાં કોંગ્રેસના ધારાસભ્યના પાર્ટી પ્લોટમાં જ 11 જેટલા શખ્સો દારૂની મહેફિલ માણતાં પકડાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.