આણંદ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢાના જન્મદિન નિમિત્તે ઉમા ભવન ખાતે આયોજીત આણંદ વિધાનસભાના (uma bhavan convention) કાર્યકરોનું એક સંમેલન મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં યોજાયું હતુ. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતા મધ્ય ગુજરાતના 8 જિલ્લાની 42 બેઠકોના પ્રભારી ઉષા નાયડુએ જણાવ્યું હતુ કે, 2017માં કોંગ્રેસ માત્ર 10 જ બેઠકોને કારણે સત્તાથી વંચિત રહી જવા પામી હતી. ત્યારે જે માહોલ હતો, તેના કરતા અત્યારે કોંગ્રેસ માટે સારો માહોલ છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત તમામ વર્ગ ભાજપ સરકારથી નારાજ છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, ત્યારે પ્રજાની આ આકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે દરેક કાર્યકરે અત્યારથી જ ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાઈ જવું જોઈએ. તેમણે દરેક બુથ સુધી પહોંચીને વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કર્યું હતું.
આ પણ વાંચોOBCની અનામત નાબૂદ કરવાનું સરકારનું ષડયંત્ર : અમિત ચાવડા
ગુજરાત બંધનું એલાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જિલ્લામાં મિશન 2022 અંતર્ગત કાર્યકર સંમેલન થકી (Amit Chavda attacked govt) ચૂંટણીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં 27 વર્ષથી તેમજ કેન્દ્રમાં 8 વર્ષથી ભાજપની સરકાર કાર્યરત છે. જેમાં મોંઘવારી, બેરોજગારીએ માઝા મૂકી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. GSTને કારણે વેપારીવર્ગ હેરાન પરેશાન છે. દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. બહેન-દિકરીઓની ઈજ્જત લુંટાઈ રહી છે. આવા માહોલમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરના રોજ સાંકેતિક ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સવારના 8થી 12 સુધી લોકોને તેમના પ્રશ્નો અંગે વાચા આપવા માટે જોડાવા હાકલ કરી હતી.