ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં NRIની કરોડોની જમીન પર કબજો કરનારા 2 ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

રાજ્યમાં વધતા જતા જમીન પચાવી પાડવાના કિસ્સાઓ જમીનના માલિકો માટે માથાનો દુખાવો બન્યા હતા. ત્યારે રાજ્ય સરકારનો લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) જમીન માલિકો માટે આશાનું કિરણ સાબિત થયો છે. સરકારના આવા કડક કાયદા છતાંય ભૂમાફિયાઓ હજી પોતાની ભૂમાફિયાગિરી કરવાનું બંધ નથી કરી રહ્યા. આણંદમાં પણ વઘાસી ગામમાં 74. ગુંઠા જમીન પચાવી પાડનારા 2 ભરવાડો સામે ગુનો નોંધાયો છે.

આણંદમાં NRIની કરોડોની જમીન પર કબજો કરનારા 2 ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આણંદમાં NRIની કરોડોની જમીન પર કબજો કરનારા 2 ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

By

Published : Jun 14, 2021, 11:52 AM IST

  • આણંદના વઘાસી ગામે માલિકી જમીન પચાવી પડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ
  • આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો ગુનો
  • 74.78 ગુંઠા જમીન પચાવી પાડતા બે ભરવાડો વિરુદ્ધ ગુનો નોંધાયો
  • જમીનના માલિક વિદેશ હોવાથી તેમની જમીન પચાવી પાડવાનો પ્લાન બનાવાયો હતો
  • DySP દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી
  • બંને ફરાર આરોપીઓને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

આણંદઃ જિલ્લાના હાઈવે નજીક આવેલા વઘાસી ગામની સીમમાં આવેલા સરવે નંબર 416/2 વાળી 74.87 ગુંઠા જમીન કે જે સુવાસ પટેલે વર્ષ 2010માં ખેતીલાયક આ જમીન ખરીદી હતી. ત્યારબાદ તેમણે જમીનનો કબજો મેળવી આ જમીનમાં ખેતી કરી ઉપજ પણ મેળવી હતી, પરંતુ પાણીના પ્રશ્નો થતા કેટલાક વર્ષોથી ખેતી પણ બંધ કરી જમીનને ફરતે ફેન્સિંગ કરી દીધી હતી. જમીન માલિકને અવાર નવાર વિદેશ પણ જવાનું થતું હોવાથી તેઓ 2019-20 દરમિયાન તેઓ પરિવાર સાથે વિદેશ ગયા હતા.

74.78 ગુંઠા જમીન પચાવી પાડતા બે ભરવાડો વિરુદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચો-કુખ્યાત ડોન નઝીર વોરાનું કોર્ટમાં સરેન્ડર, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

હવે આવશો તો જીવતા નહીં છોડીએ કહી 2 ભરવાડોએ જમીન માલિકને ધમકી આપી હતી

જમીન માલિક વિદેશ ગયાનું જાણવા મળતા તેમની બાજુમાં આવેલી સરવે નંબર 400વાળી જમીન પર રેહતા નવઘણ ભરવાડ અને મેલા ભરવાડ જમીન માલિકની ગેરહાજરીનો લાભ લઈ જમીનમાં કરેલ તારની ફેન્સિંગ તોડી પોતાના ઢોર-ઢાંખર બાંધી, જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનો પણ પાર્ક કરી દીધા હતા. ત્યારે આ સમગ્ર બાબતની જાણ થતા જમીન માલિક સુવાસબેનના દીકરા વ્રજેશ પટેલે ગેરકાયદેસર કબજો કરનાર નવઘણ અને મેલા ભરવાડને વાત કરતા તેમણે કહ્યુ કે, હવેથી આ જમીન પર અમારો કબજો છે અને હવેથી આ જમીન અમારી છે. હવેથી આ જમીન પર આવતા નહીં અને સાથે તેમણે ધમકી આપતા કહ્યું હતું કે, હવે આવશો તો જીવતા નહીં છોડીએ.

DySP દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી

આ પણ વાંચો-બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઈ 20 ફરિયાદ

જમીન માલિકે કલેક્ટર કચેરીમાં પૂરાવા સાથે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી

સમગ્ર ઘટના બાદ સુવાસ પટેલના NRI પતિ જયેશ પટેલે સમગ્ર બાબતે કલેક્ટર કચેરીમાં પૂરાવા સાથે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને તે અરજીના આધારે કલેક્ટર કચેરીએથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવાનો હુકમ કરાતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના અનુસંધાને આણંદ DySP બી. ડી. જાડેજા પોતાની ટીમ સાથે વઘાસીમાં આવેલી વિવાદિત જમીન ખાતે પંચનામુ કરવા પંહોચ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને ફરિયાદી જયેશ પટેલે આ એક્ટને લઈને રાજ્ય સરકારનો આભાર માનતા તેમને ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details