ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના આમોદમાં ધર્મપરિવર્તન કરાવનાર પાદરી અને કિશોરની માતા વિરૂદ્ધ ફરિયાદ

પેટલાદ તાલુકાના આમોદ ગામે કિશોરનું ધર્મ પરિવર્તન કરાવનારા પાદરી અને કિશોરના માતા વિરૂદ્ધ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમોદ ગામના કેથોલિક ચર્ચના પાદરી તથા કિશોરની માતા વિરૂદ્ધ એક સામાજિક કાર્યકર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ETV BHARAT
આમોદમાં ધર્મપરિવર્તન કરાવનાર પાદરી અને કિશોરની માતા વિરૂધ્ધ ફરિયાદ

By

Published : Jan 30, 2020, 6:02 PM IST

આણંદ: આમોદ ગામે રહેનારા સુધાબેન મકવાણાએ પોતાના પુત્રનું વર્ષ 2013માં જિલ્લા કલેક્ટરની મંજૂરી લીધા વિના હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવ્યું હતું. આ ધર્મ પરિવર્તન અંગેની જાણ ધર્મના 'જસ્ટિસ ફોર પીસ એન્ડ જસ્ટિસ'ના કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ નટવર સિંહ રાઠોડને થતાં તેમણે પેટલાદ રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી છે.

આમોદમાં ધર્મપરિવર્તન કરાવનાર પાદરી અને કિશોરની માતા વિરૂધ્ધ ફરિયાદ
આમોદમાં ધર્મપરિવર્તન કરાવનાર પાદરી અને કિશોરની માતા વિરૂધ્ધ ફરિયાદ

મળતી માહિતી અનુસાર વર્ષ 2001માં આમોદ ગામે રહેતા સુધાબેને નિલેશકુમાર ચોરસિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં છુટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા બાદ તેમણે વર્ષ 2013માં તેમના પુત્રનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવ્યું હોવાની ઘટના બની હતી. જે અંગે એક સામાજિક કાર્યકરને જાણ થતાં તેમણે પેટલાદ રૂરલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details