ખંભાત : પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના ખંભાત શહેરમાં બે દિવસ પહેલાં શિવરાત્રિના પર્વે ઝઘડો થયો હતો. ત્યારે રાત્રિના સુમારે ભોઈબારી વિસ્તારમાં પથ્થરમારો પણ થયો હતો ત્યારબાદ રવિવારે બપોરના સુમારે સંવેદનશીલ એવા અકબરપુર વિસ્તારમાં ફરીથી બંને કોમના લોકો આમનેસામને આવી ભારે હોબાળા સાથે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. પથ્થરમારાને લીધે પીરજપુર ત્રણ દરવાજા લાલ દરવાજા ભોઈબારી ભાવસારવાડ ચુનારાવાડ સહિતના વિસ્તારમાં સંવેદનશીલ અકબરપુર આમાંથી ચાલુ થયેલ તોફાનમાં લોકોએ ધમાલ મચાવી હતી બંને કોમના ટોળાએ મારક હથિયારો સાથે સામસામે આવી જઇ એકબીજા પર તૂટી પડ્યા હતા દરમિયાન ભારે પથ્થરમારો પણ ચાલુ રહ્યો હતો ઘટનાની જાણ થતાં જ ખંભાત પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી પરંતુ ચારેય તરફ આગ લાગી હોવાના કારણે પોલીસ નિસહાય સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી.
ખંભાતમાં કોમી તોફાનમાં માલમિલ્કતને નુકસાન, હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનો તંત્રનો દાવો - આણંદ પોલિસ
રવિવારે ખંભાતમાં ફાટી નીકળેલ જૂથ અથડામણમાં 50થી વધુ મકાનો સહિત બાઈક કાળજે વાહનોની તોડફોડ કરી આગચંપી ચાંપવાના બનાવો બન્યાં હતાં. તોફાની બનેલાં ટોળાંએ ૩૦ કરતાં વધુ દુકાનોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવી તોડફોડ મચાવી હતી. જેમાં પોલીસને 23થી વધુ ટીયરગેસ છોડવા અને ખાનગી ફાયરિંગની પણ ચર્ચા થઈ રહી છે. એક મહિના અગાઉ પણ ખંભાતમાં જૂથ અથડામણ થઈ હતી જેના પડઘા રવિવારે પડ્યાની ચર્ચાએ વેગ પડકયો છે.
ઘટનાની જાણ આણંદ કંટ્રોલરૂમને કરાતા ઇન્ચાર્જ ડીવાયએસપી દિવ્ય મિશ્રા એલ.સી.બી એસ.ઓ.જી પેટ્રોલ ફોન કોઈ રીતે ખંભાત પહોંચી ગયા હતા ઉપરાંત આસપાસના પોલીસ મથકો જેવા કે તારાપુર સોજિત્રા પેટલાદ ખંભાત તથા વાસદ અને આણંદથી પણ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ તોફાને ચડેલા ટોળાએ અનેક ઘરો દુકાનો અને સાધનોને આગચંપી કરવાનું ચાલુ કરી દેતા ખંભાતવાસીઓને માલ મિલકતને ભારે નુકસાન થયુંં હતું. લોકોએ ઘરના ધાબે અને છત ઉપર ચઢી ભારે પથ્થરમારો કર્યો હતો જેને લઇને પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ત્યારબાદ 30 કરતાં વધુ ટીયરગેસના સિલિન્ડર છોડવા મજબૂર બનવું પડ્યું હતું તેમ છતાં પણ ટોળા કાબૂમાં ન આવતા અંતે પોલીસે હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હોવાની ચર્ચાઓ થઈ રહી છે સાથે સાથે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા એસઆરપી અને રેપીડ એકશન ફોર્સની ટુકડીઓ પણ બોલાવી લેવામાં આવી છે હાલ જવાનો દ્વારા સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવેલ પોલીસ બંદોબસ્ત થકી હવે પરિસ્થિતિ કાબૂમાં હોવાનો ઇન્ચાર્જ ડીએસપી દિવ્ય મિશ્રા દાવો કર્યો. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે અમેરિકી પ્રમુખના આગમનને લઇને રાજ્યમાંથી પોલીસના જવાનોને અમદાવાદમાં ડ્યુટી પર લગાડેલ હોઈ આણંદ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને અમદાવાદમાં ફરજના હુકમ કરવામાં આવ્યાં હતાં જ્યારે લે ખંભાતમાં તોફાની ટોળાંએ જ્યારે મોકાનો લાભ ઉઠાવ્યો હોય તેમ સમગ્ર શહેરમાં દહેશતનું વાતાવરણ ઊભું કર્યું હતું.
ખંભાતમાં ફરી ફાટી નીકળેલી કોમી હિંસાને લઈ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજીપી પીયૂષ પટેલ ib નીરજા રાવ એ કે જાડેજા તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવામાં આવ્યો હતો પરિસ્થિતિની સમીક્ષા કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ખંભાતમાં થયેલ કોમી તોફાનો અને આગચંપીના બનાવમાં ગુનેગારોને અટકાયત કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ખંભાતમાં અવારનવાર બનતી જૂથ અથડામણની ઘટનાને લઇને તેનો કાયમી સમાધાન થઇ શકે તે દિશામાં પણ પોલીસ તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રવિવારની ઘટનામાં 100 કરતાં વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.