જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને કલેકટરે પ્રજાકીય સુખાકારીના વિકાસના કામો સમયસર પૂરા કરવા અને જાહેર સુવિધા ઓ સુચારુ પણે ઊભી થાય તે માટે આયોજન, અમલવારી, ઝડપી રાખવી અને કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓએ જન કલ્યાણની રાજ્ય સરકાર ભારત સરકારની યોજનાઓના લાભ જરૂરિયાત મંદ લોકોને ઝુંબેશ સ્વરૃપે જ મળે તેવી કામગીરીનો જ આગ્રહ રાખતા અધિકારીની કામગીરીની સરાહના પણ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ થયેલ જાહેર હિત નાના પ્રશ્નો, સુચનોનું હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વધુમાં જિલ્લા પુરવઠા સમિતિની બેઠક, કાયદો અને વ્યવસ્થાની બેઠક પણ યોજાઈ હતી.
ગરીબ પરિવારોને યોજનાઓના લાભ ઝુંબેશ સ્વરૂપે આપવા આણંદ કલેક્ટરનો અનુરોધ - જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિ
આણંદઃ જિલ્લા સંકલન -ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર આર. જી.ગોહિલના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે મળી હતી. બેઠકમાં ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, મયુરભાઈ રાવલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
![ગરીબ પરિવારોને યોજનાઓના લાભ ઝુંબેશ સ્વરૂપે આપવા આણંદ કલેક્ટરનો અનુરોધ આણંદ કલેક્ટરનો અનુરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5472783-827-5472783-1577123701969.jpg)
આણંદ કલેક્ટરનો અનુરોધ
સોમવારના રોજ મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા મકરંદ ચોહાણ, નિવાસી અધિક કલેકટર પી. સી. ઠાકોર, તમામ નાયબ કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.