ગુજરાત

gujarat

આ વ્યક્તિના લખેલા પુસ્તકોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન, જાણો કોણ છે આ વ્યક્તિ

By

Published : Jul 28, 2020, 5:09 PM IST

મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના હસ્‍તે આણંદની જિલ્‍લા કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા તેમજ ફરજની સાથોસાથ લેખક અને પ્રવચનકાર એવા ચૈતન્‍ય સંઘાણી લિખિત “શાશ્વત સુખની માસ્‍ટર કી" તેમજ “સમાધાન સંભવ છે" એમ ચાર પુસ્‍તકોનું ગાંધીનગર ખાતે મુખ્‍યપ્રધાનના કાર્યાલયમાં વિમોચન કરવામાં આવ્‍યું હતું.

આ વ્યક્તિના લખેલા પુસ્તકોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન, જાણો કોણ છે આ વ્યક્તિ
આ વ્યક્તિના લખેલા પુસ્તકોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન, જાણો કોણ છે આ વ્યક્તિ

આણંદ: આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્‍ય સંઘાણી દ્વારા લિખિત ચાર પુસ્‍તકોનું મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના હસ્‍તે વિમોચન કરવામાં આવતા આણંદ જિલ્લાને અનન્ય ગૌરવ પ્રાપ્ત થયું હતું.

ભારતીય આધ્યાત્મની વિવિધ વાતોને સરળ રીતે સમજાવી જીવનના પ્રશ્નોના ઉકેલ આપતા આ પુસ્‍તકમાં લેખક ચૈતન્‍ય સંધાણીએ જણાવ્યું છે કે સૌના રોજિંદા પ્રશ્નોનો ઉકેલ આપણા અધ્‍યાત્‍મના અનંત ખજાનામાં રહેલો છે. તેને ફક્ત સહજ દ્રષ્‍ટિકોણથી જોવાની જરૂર છે.

આ પુસ્‍તકોમાં પરમાત્‍માના માર્ગે આગળ વધવા તથા આધ્‍યાત્‍મિક સાક્ષાત્‍કાર કરવા માંગતા સાધકોને સ્‍પર્શતા પ્રશ્નો બાબતેની પણ સરળ ભાષામાં દ્રષ્‍ટાંતો સાથે ચર્ચા કરવામાં આવેલી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, ચૈતન્‍યભાઇ સરકારી સેવામાં આખો દિવસ ફરજો બજાવતા હોવા છતાં તેઓ ભારતીય આધ્યાત્મને લોકો સુધી પહોંચાડવા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા રહે છે.યુવાનો વાંચન સાથે જોડાઇ રહે તેવી પ્રવૃત્તિઓ તેઓ સતત વર્ષોથી ચલાવી રહ્યા છે તથા યુવાનોમાં ભારતીય આધ્‍યાત્‍મ પ્રત્‍યે રસ જાગૃત થાય તેવા અનેક સફળ પ્રયોગો પણ તેઓ કરી ચૂક્યા છે. વાંચકો માટે તથા યુવાનો માટે આ પુસ્‍તકો જીવનનું ઉત્તમ ભાથું બની રહેવી તેવી અદભૂત વાતોનો સંગ્રહ એમાં સમાવવામાં આવ્‍યો છે.

ABOUT THE AUTHOR

...view details