ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Patel Anand Visit: ભુપેન્દ્ર પટેલ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, ચૂંટણી અંગે બેઠક - Bhupendra Patel participate in various events

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે આણંદ જિલ્લાની મુલાકાતે છે. જિલ્લા કમલમ કાર્યાલય ખાતે વિવિધ બેઠકોમાં કાર્યકરોને માર્ગદર્શન આપીને આગામી ચૂંટણી લક્ષી એજન્ડાની આગળ ધપાવશે.આ સાથે ખેલ સ્પર્ધાના કબડ્ડી લીગ મેચ શરૂ કરાવશે. આગમન પૂર્વે વહીવટી તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. આણંદ શહેરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સત્તા પર આવ્યા પછી આ બીજીવાર મુલાકાત લઈ રહ્યા છે.

આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આણંદમાં બેઠકોનો ધમધમાટ બોલાવશે
આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આણંદમાં બેઠકોનો ધમધમાટ બોલાવશે

By

Published : Apr 19, 2023, 2:07 PM IST

આણંદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. આણંદ શહેર માં વિવિધ 3 થી 4 જેટલા કાર્યક્રમોમાં ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. જ્યારે આણંદ ભાજપના કાર્યાલય ખાતે બેઠકનો દોર શરૂ થશે. જેમાં આગામી ચૂંટણીને લઈને વ્યૂહરચનાની ચર્ચા વિચારણા થશે. જોકે ચૂંટણીને લઈને કોઈ મોટા એજન્ડાની શરૂવાત આણંદ થી થઈ શકે છે. આ માટે ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાએ આગોતરી તૈયારી કરી લીધી છે.

બેઠકનો દોર યોજાશે:બુધવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે વેટરનરી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આવશે. જે બપોરના 3 વાગ્યા આસપાસ જિલ્લાના નવનિર્મિત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લામાં સામાજિક અગ્રણીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠકમાં જોડાશે. ત્યારે પક્ષના હોદેદારો સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે

સંકલન બેઠક: જિલ્લા પાર્ટી કાર્યાલય ખાતે બેઠકનો દોર પતાવીને મુખ્ય પ્રધાન અમૂલ ડેરી ખાતે આવેલા સરદાર પટેલ એસેમ્બ્લી હોલમાં યોજાનાર જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લાના વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓને સાંભળીને જિલ્લાની સમસ્યાઓ દૂર કરવા અને જરૂરિયાતોની પૂર્તિ કરવા અંગે યોગ્ય સલાહ સૂચન આપશે. ત્યાં જ જિલ્લામાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સરકારી તંત્ર સાથે જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે સમન્વય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જરૂરી માર્ગદર્શન આપશે.

ખેલાડીઓ સાથે મુલાકાત:સાંજે 7 વાગ્યા સુધીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાં આણંદના સાંસદ મિતેષ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં હાજરી આપીને કબડ્ડી લીગ મેચ ને ખુલ્લી મુકાશે. જ્યાં ખેલાડીઓ ને સંબોધન કરી ખેલ સ્પર્ધામાં ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. મહત્વનું છે કે આણંદ શહેરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સત્તા પર આવ્યા પછી આ બીજી મુલાકાત છે. ત્યારે મુખ્ય પ્રધાનના આગમન પૂર્વે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

આ પણ વાંચો Navsari News : નીમ કોટેડ યુરિયામાં ભેળસેળ કરીને ખાતર વેચનારનું કૌભાંડ ઝડપાયું, 88.37 લાખનો માલ જપ્ત

અભિયાન હાથ ધર્યું:શહેરમાં સાફ સફાઈ અને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. મુખ્ય પ્રધાનના આગમન અને ત્યારબાદ થનાર શહેરના ભ્રમણમાં આવતા તમામ માર્ગો પર યુદ્ધના ધોરણે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ સંગઠનના હોદ્દેદારો દ્વારા પણ જિલ્લામાં પક્ષ દ્વારા કરેલ કામગીરીની માહિતી એકત્રિત કરવાની કવાયત હાથ ધરી હોવાનું ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details