આણંદના પેટલાદ તાલુકામાં આવેલ આનંદ પુરા ગામના બાળકોએ એક એવું કામ કર્યું છે કે, જે વિશે સાંભળી દરેક વ્યક્તિને આનંદ થશે. આ ગામના ચાર પાંચ નાના બાળકોએ લોકો દ્વારા રસ્તામાં ફેલી દીધેલ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી ભરી આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણી વ્યવસ્થા કરી છે.
આણંદમાં બાળકોની અનોખી પહેલ, પક્ષીઓ માટે કરી પાણી વ્યવસ્થા
આંણદ: ગુજરાત ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. ક્યાંક તાપમાન 45 ડિગ્રીને પાર છે તો ક્યાંક પારો 42ને આંબી ગયો છે. આણંદમાં છેલ્લા ઘણા સમયથી ગરમાએ માઝા મુકી છે. મનુષ્યની સાથે સાથે સજીવ સૃષ્ટિમાં વસવાટ કરતા પશુ-પક્ષીઓ પણ એટલા જ વ્યાકુળ થતા હોય છે. મનુષ્ય માટે તો ઠંડક આપતા કુત્રિમ ઉપકરણો અમુક અંશે રાહત આપે છે, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ આ કાળઝાળ ગરમીમાં ભોગ બનતા હોય છે. આણંદ જિલ્લાના આંતરિયાળ ગામમાં વસવાટ કરતા નાના બાળકોએ તેમના વિસ્તારના પક્ષીઓને પાણી પૂરું પાડવાનું બીડું ઉપાડ્યું છે.
સ્પોટ ફોટો
બાળકોએ જણાવ્યું કે, અવારનવાર આ વિસ્તારમાં ગરમીના કારણે પક્ષીઓ મોતને ભેટતા હોય છે. જેથી કરી તેમના દ્વારા પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે પીવાની પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી પક્ષીઓને બચાવી શકાય અને સાથે સાથે નિસ્વાર્થ સેવા પણ થઈ શકે.