આણંદ : ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂનો વેપલો કરતા લોકો પર કાર્યવાહી હાથ ધરીને વાઇરલ વીડિયોમાં દેખાતા અન્ય વ્યક્તિ અંગેની માહિતી મેળવી પોલીસે આ તત્વોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાના આદેશ થતાં જિલ્લાની વિવિધ બ્રાન્ચ જેવી કે LCB, SOG સાથે પેરોલ ફર્લો કામે લાગી ગઈ હતી. જેમાં પોલીસે આ ઘટનામાં સામેલ આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
આણંદના ગાજણાં ગામમાં બાળકો કરી રહ્યા છે દેશી દારૂનું વેચાણ, વીડિયો થયો વાયરલ - વિડિયો થયો વાયરલ
આણંદ જિલ્લામાં એક વીડિયો હાલમાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં નાના બાળકો દેશી દારુ જેવું દ્રવ્ય ભરેલી પોટલી નું વિતરણ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી પોલીસ તંત્ર દોડતું થયું હતું.


Published : Jan 5, 2024, 5:25 PM IST
વીડિઓમાં નાનું બાળક દેશી દારૂની પોટલી આપતું દેખાતુ હતુ અને તેના મા-બાપ દેશી દારૂના વેચાણ ની પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. બાળકના માં-બાપ વિરુદ્ધમાં ભાદરણ પોલીસે જુવેનાઇલ જસ્ટીસ( કેર એન્ડ પ્રોટેક્શન) એક્ટ કલમ 78 તથા પ્રોહિ એક્ટ કલમ 65(A)(A), 81 મુજબનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બાળકોને દારૂ વેચાણ ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવતા માતાના વિરુધ્ધમાં અગાઉ પણ ભાદરણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટના 4 જેટલા ગુના નોંધાયા છે. જે જોતા ભાદરણ પોલીસે હાલમાં દાખલ કરેલ ગુના ના ભંગ બદલ CRPC કલમ-121 મુજબ આરોપીના જામીન રદ કરવાની કાર્યવાહી કરી. - જયેશ પંચાલ, DySP
વિડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું : વાયરલ વિડીયો ની તપાસ કરતા આણંદ પોલિસના ધ્યાને આવ્યું કે, આ વિડિઓ ગાજણા ગામનો છે. જેમાં વાયરલ વિડીયો માં દેખાતું બાળક ગાજણા ગામમાં દારુ વેચતા વ્યક્તિનું હોવાનું ખુલ્યું હતું. આરોપીઓના ઘરે આણંદ LCB, SOG તથા પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યાંથી બાળકના પિતા - માતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન આરોપી ના ઘરેથી કોઇ પ્રોહિબેશન લગતું દેશી કે વિદેશી દારૂ નો કોઈ મુદ્દામાલ મળી આવ્યો ન હતો.