- અકસ્માતમાં વરતેજના અજમેરી પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા
- રાજ્યના મુખ્ય પ્રધાને ટ્વીટ કરી દુઃખ કર્યું વ્યક્ત
- કલેકટર, SP સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે
આણંદ: ઇન્દ્રણજ ગામ પાસે બીધવારે વહેલી સવારે થયેલ અકસ્માતમાં ભાવનગર નજીક આવેલા વરતેજ ના અજમેરી પરિવારના 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. રાજ્ય ના મુખ્ય પ્રધાને ટ્વીટ કરી અકસ્માતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તંત્રને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા માટે જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તારાપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા
સમગ્ર ઘટનાને લઇને મ્રુતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તારાપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને ઇકો કારને છુટા કરવા JCB મશીનની મદદ લેવાઇ હતી. ત્યારે ઘટનાના પગલે હાઇવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો. જે બાદમાં રાબેતા મુજબ શરુ કરાયો હતો. ત્યારે ઘટનાના પગલે પોલીસે ભાવનગર નજીક રહેતા તેમના સ્વજનોનો સંપર્ક કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા અને મૃતકોની ઓળખ વિધિ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આણંદના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ સહિત જિલ્લા SP અજિત રાજયણ અને ખંભાત DYSP ભારતીબેન પંડ્યા સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.