ગુજરાત

gujarat

ETV Bharat / state

NIRF- રેન્કિંગમાં ગુજરાતની પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં ચારૂસેટ યુનિવર્સીટી અગ્રેસર - આણંદ

ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંચાલિત પી.ડી. પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS) કોલેજે નેશનલ રેન્કિંગ-NIRF-2020માં દેશભરમાં 24મા સ્થાને આવીને 61.01 સ્કોર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત નેશનલ રેન્કિંગ-NIRF-2020માં ગુજરાતમાંથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં ચારૂસેટ યુનિવર્સિટીએ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

charuset
ચાંગા સ્થિત ચારૂસેટ

By

Published : Jun 12, 2020, 9:52 AM IST

Updated : Jun 12, 2020, 12:01 PM IST

આણંદ: કેન્દ્ર સરકારના મીનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ (CHRF) દ્વારા 2016થી નેશનલ ઈન્સ્ટીટયુટ રેન્કિગ ફેમવર્ક (NIRF) સ્કીમ શરૂ કરવામાં આવી છે. જે સ્કીમ અંતર્ગત દર વર્ષે દેશભરની યુનિવર્સિટીઓ કોલેજો– ઈન્સ્ટીટયુટ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. ગુરુવારે જાહેર કરાયેલા નેશનલ રેન્કિંગ રિપોર્ટ 2020 મુજબ ઓવરપોલ રેન્કિંગ સાથે યુનિવર્સિટી– મેનેજમેન્ટ – આર્કીટેક્ચર – લો – મેડીકલ – ફાર્મસી – એન્જીનીયરીંગ સહિતની વિવિધ કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યા હતા. જેમાં ઓવરઓલ કોલેજોની કેટેગરીમાં ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન PDPIAS કોલેજે 24મું સ્થાન પ્રાપ્ત થયું છે.

ગુજરાતની પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં ચારૂસેટ યુનિવર્સીટી અગ્રેસર

ઓવરઓલ પરફોર્મન્સની કેટેગરીમાં કોલેજ કેટેગરીમાં દેશભરમાંથી વિવિધ 1659 કોલેજોની અરજીઓ આવી હતી. જેમાંથી 100 કોલેજોની પસંદગી થઈ હતી. જેમાં PDPIASને 24મું સ્થાન મળ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે NIRF 2019 રેન્કિંગમાં PDPIAS ને 26મું સ્થાન મળ્યું હતું. જયારે આ વખતે બે રેન્ક આગળ આવીને 24માં સ્થાને આવી છે. PDPIAS ના પ્રિન્સીપાલ ડૉ. આર.વી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ચારૂસેટ યુનિવર્સિટીના મેનેજમેન્ટની સંશોધનને પ્રોત્સાહન આપવાની નીતિને લીધે ગુજરાતની જૂની અને જાણીતી કોલેજોને પાછળ છોડીને રાષ્ટ્રીય સ્તરે PDPIAS કોલેજનો ટોપ-25માં સમાવેશ થયો છે. ગયા વર્ષે 2019માં દેશભરમાંથી 1304 કોલેજોમાંથી PDPIASને 26મું સ્થાન મળ્યું હતું. આ અગાઉ NIRF 2018 રેન્કિંગમાં 1090 કોલેજોમાથી PDPIAS ને 48મું સ્થાન મળ્યું હતું. આ સંદર્ભમાં આ વર્ષે NIRF 2020 રેન્કિંગમાં 1659 કોલેજો માંથી PDPIASને 24મું સ્થાન મળ્યું છે, તે વધુ નોંધપાત્ર બને છે.NIRF માટે પાંચ પેરામીટર ટીચીગ, લર્નિગ રિસર્સ એન્ડ કન્સલ્ટેશન, ગ્રેજયુએટ આઉટરીચ, આઉટરીચ એક્ટીવીટી, પિયર પરસેપ્શન નક્કી કરાયા હતા. જેમાં દરેક સંસ્થાએ અરજી કરવાની હતી ત્યાર બાદ તેનું મૂલ્યાંકન કરી સ્કોર નક્કી કરી રેન્ક આપવામાં આવ્યા હતા.

Last Updated : Jun 12, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details