ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના ચરોતરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો, જનજીવન પર અસર - ચરોતરમાં ઠંડીનો ચમકારો

આણંદઃ વર્ષના છેલ્લા દિવસોમાં થથરાવતી ઠંડીએ આજે ચરોતરવાસીઓને ધ્રુજાવ્યા હતા. આ સિઝનમાં આજે લઘુત્તમ પારો ગગડીને 10.5 થતા સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો. તે ઉપરાંત 4.7 પ્રતિ કલાકની ઝડપે શીત લહેરોના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયાનું જોવા મળતું હતું. હજી આગામી દિવસોમાં લઘુત્તમ પારો ગગડીને 8ની આસપાસ પહોંચશે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.

charotar cold
આણંદના ચરોતરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો,જનજીવન પર અસર

By

Published : Dec 28, 2019, 11:59 AM IST

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી ઓછો લઘુતમ પારો 6 ડિગ્રી નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની ગતિ વધવાના કારણે તાપમાનનો મહત્તમ પારો શનિવારે 25 પહોંચ્યો હતો. માઉન્ટ આબુમાં એક જ રાતમાં તાપમાન 4 ડિગ્રી ઘટી જવાની ઇફેકટ પણ ચરોતર સુધી પહોંચી હોય તેમ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસ દરમિયાન ફૂંકાતા ઠંડા પવનોના કારણે લોકોએ દિવસભર ગરમ કપડાં પહેરવા પડયા હતા. સાંજ બાદ ઠંડીની રાહત મેળવવા તાપણાં બેઠક જામ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આણંદ સહિત ચરોતરના શહેરોમાં ઠંડીની ઇફેકટના કારણે સાંજ બાદ બજારોમાં ચહલપહલ ઘટી હતી.

ઉપરાંત ગામોમાં પણ રાત્રિના સમયે માર્ગો પર ભાગ્યે જ અવરજવર થતી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં બરફવર્ષાના કારણે આગામી દિવસોમાં હજી ઠંડીનો પારો ગગડશે. જેથી હાડ ધ્રુજાવતી ઠંડી અનુભવાશે.

આગામી દિવસોમાં ઠંડી વધવા સાથે પવનનું જોર પણ વધુ રહેશે. જો કે, ઘઉંના પાક માટે ઠંડકભર્યુ વાતાવરણ ઉપયોગી બની રહેશે. જેથી પાકનું ઉત્પાદન સારું રહેશેનો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details