- આણંદમાં કરવા ચોથની ઉજવણી
- કરવા ચોથની મહિલાઓએ કરી ઉજવણી
- સૌભાગ્યવતી મહિલાઓ કરે છે આ વિશેષ વ્રત
- પતિના દીર્ઘાયુષ્ય માટે પત્ની દ્વારા કરવામાં આવે છે કરવા ચોથનું વ્રત
આણંદઃ કરવા ચોથ શબ્દ બે શબ્દો ભેગા મળીને બનેલો છે. કરવા એટલે કે માટીના વાસણ અને ચોથ એટલે કે ચતુર્થી આ તહેવાર પર માટીના વાસણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરણિત મહિલાઓ આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જોતી હોય છે અને આ તહેવારના દિવસે તમામ વિધિ ખુબ જ શ્રધ્ધા ભાવથી કરતી હોય છે. આ તહેવાર પતિ-પત્ની વચ્ચેનો મજબૂત વિશ્વાસ અને આત્મીયતાના પ્રતિક સમાન છે. ત્યારે જિલ્લામાં પરણિત મહિલાઓના મહત્વના તહેવાર કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.
આણંદમાં કરવા ચોથની કરાઈ ઉજવણી આશો વદ ચોથના દિવસે આ પવિત્ર વ્રતની કરવામાં આવે છે ઉજવણી
કરવા ચોથનું વ્રત વર્ષોથી પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આજે પરણિત મહિલાઓ દ્વારા પતિની દીર્ઘાયુ માટે ઉપવાસ કરી આ વ્રતની ઉજવણી કરવામાં આવી છે. આશો વદ ચોથના દિવસે આ પવિત્ર વ્રતની ઉજવણી કરવામાં આવે છે.
કરવા ચોથની કથા
બહુ પ્રચલિત કથા અનુસાર કરવા ચોથની પરંપરા દેવતાઓના સમયથી ચાલતી આવી છે. માનવામાં આવે છે કે, એકવાર દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં દેવતાઓની હાર થઈ રહી હતી, એવામાં દેવતા બ્રહ્મદેવ પાસે ગયા અને રક્ષા માટે પ્રાર્થના કરી બ્રહ્માજીએ કહ્યું કે, આ સંકટમાંથી બચવા માટે દરેક દેવતાઓના પત્નીઓએ તેમના પતિની રક્ષા માટે વ્રત રાખવું જોઇએ અને સાચા દિલથી તેમના વિજય માટે મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ. બ્રહ્માજીના વચનથી દેવતાઓએ નિશ્ચિત જીત મેળવી હતી. બ્રહ્માજી આપેલા ઉપાયને દેવતાઓની પત્નિઓએ ખુશી ખુશી સ્વીકાર કર્યો હતો. ત્યારથી આસો માસની વદ ચતુર્થીના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
આણંદમાં કરવા ચોથની કરાઈ ઉજવણી આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને ચંદ્ર દેવતાની થાય છે પૂજા
કરવા ચોથના વ્રતમાં ભગવાન શિવ-શંકર, માતા પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને ચંદ્ર દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. કરવા ચોથની કથા સાંભળ્યા પછી પરિણીત મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા તેમના સંતાનોને સારુ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય મળે તે માટે પ્રાર્થના કરે છે. મહાભારતમાં પણ કરવા ચોથનું મહત્વ આપતી એક કથાનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના કરવા ચોથની કથા પણ પ્રચલિત છે. માનવામાં આવે છે કે, શ્રી કૃષ્ણની આજ્ઞાથી દ્રૌપદીએ કરવા ચોથનું વ્રત કર્યું હતું અને તેના પ્રભાવથી અર્જુન સહિત પાંચેય પાંડવોને મહાભારતના યુદ્ધમાં કૌરવ સેના સામે વિજય પ્રાપ્ત થયો હતો.
કરવા ચોથની પૂજા
કરવા ચોથનો સંકલ્પ કરેલ પરણીત મહિલા સવારે નિત્યક્રમ મુજબ તૈયાર થઈ સૂર્યોદય પહેલા પૂજન-અર્ચનનું કામ પતાવી દિવસ દરમિયાન નિર્જળા ઉપવાસ કરવાનો સંકલ્પ લે છે અને સાંજે ભગવાન શંકર પાર્વતીની પૂજા કરી ત્યારબાદ ચંદ્રની પૂજા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ ચંદ્રના દર્શન બાદ પતિના હાથે પાણી પી પ્રસાદ ગ્રહણ કરે છે.
આણંદમાં કરવા ચોથની કરાઈ ઉજવણી