ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી - કુપોષણથી ભારતને મુક્ત

આણંદઃ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(NDDB) ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવી હતી. NDDB દ્વારા 7 દિવસમાં 27 શાળાના 5000 જેટલા બાળકોને ગિફ્ટ દૂધના પાઉચ આપી પોષણયુક્ત આહાર માટે જાગૃત કરવા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

આણંદ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

By

Published : Sep 16, 2019, 10:45 PM IST

દૂધ એ સંપૂર્ણ આહાર છે અને દૈનિક દૂધને આહારમાં લેવાથી અનેક પ્રકારના વિટામીન અને પોષક તત્વો દૂધમાંથી પ્રાપ્ત થઈ રહે છે. જેથી ભારત સરકાર દ્વારા ચાલુ કરાયેલા રાષ્ટ્રીય પોષણ માસ દૂધના સેવનથી પોષણ મેળવવામાં ખૂબ જ સરળતા ઉપલબ્ધ થાય. કેમ કે, જાગૃતતા લાવવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ રથ દ્વારા સાત દિવસની પોષણ જાગૃતિ અભિયાનને એનડીડિબી મુખ્યાલય ખાતેથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આણંદ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
ભારત સરકારના નવા અભિગમને જન-જન સુધી પહોંચાડવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ દ્વારા ચાલુ કરાઇ હતી. આ અભિયાનમાં આણંદ અને આસપાસના વિસ્તારની ૨૭ જેટલી શાળાઓના પાંચ હજાર કરતાં વધુ બાળકોને ગિફ્ટ મિલ્ક એટલે કે, પોષણયુક્ત દૂધ પૌષ્ટિક આહાર માટે અને કુપોષણથી ભારતને મુક્ત કરવા માટેની જાગૃતતા લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

NDDBના ચેરમેન દિલીપ રથ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક રીતે ઉપલબ્ધ આહારને પ્રચલિત કરવાથી તે આપણી ભવિષ્યની પેઢીના સેવનના વિકલ્પને પ્રભાવિત કરશે અને ક્લાઈમેટ ચેન્જના યુગમાં આપણી નબળી કૃષિ આહાર પ્રણાલીનું રક્ષણ કરવા ઉપરાંત આપણા ખેડૂતોને ફાયદો પહોંચાડશે. આ દિશામાં લેવામાં આવેલ પ્રત્યેક નાનું ડગલું આપણને આવનાર વર્ષોમાં ભારત દેશને કુપોષણથી મુક્ત બનાવવાના મિશનને સિદ્ધ કરવા સ્થિરપણે નિકટ દોરી જશે.

કુપોષણની સમસ્યાને દેશમાંથી દૂર કરવાના ઉદ્દેશ્યને હાંસિલ કરવા માટે એનડીડીબીએ એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યૂટ્રિશન (એન એફ એન )ની સ્થાપના કરી છે. જેથી સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક દૂધ પૂરું પાડી શકાય. સામાન્ય રીતે ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારના બાળકોમાં કુપોષણના લક્ષણો જોવા મળતા હોય છે. આ કાર્યક્રમમાં ચાલુ દિવસે સરકારી શાળાના પ્રત્યેક બાળકને 200 મિલી ફ્લેવરવાળું અને ટોન કરેલું દૂધ પૂરું પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. એન ડી ડી બી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર દેશમાંથી સાત રાજ્યોમાં લગભગ ૪૮ હજાર બાળકોને અંદાજે 70 લાખ યુનિટ દૂધનું વિતરણ કરી દેવામાં આવ્યુ હતું.


ABOUT THE AUTHOR

...view details