ગુજરાત

gujarat

ETV Bharat / state

સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર

સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર અને વિદ્યાનગર નેચર કન્ઝર્વેશનના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ઓનલાઈન “ચરોતરના મગર" વિષયે વેબિનાર યોજાયો હતો.

સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર
સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર

By

Published : Jun 9, 2021, 2:27 PM IST

  • ચરોતરના મગર પર વેબિનાર યોજાયો
  • વેબિનારમાં ચરોતરમાં કેટલાં પ્રકારના મગર છે, કયા એરિયામાં છે તે અંગે ચર્ચાઓ થઈ
  • 250-300 જેટલા મગર મળી શક્યા છે તે અંગે જાણકારી અપાઇ

આણંદઃસી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર અને વિદ્યાનગર નેચર કન્ઝર્વેશનના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ઓનલાઈન “ચરોતરના મગર “ ઉપર વેબિનાર યોજાયો. જેમાં સી.એસ.સી નેચર એન્ડ એન્વાર્યમેન્ટ કલ્બના કો-ઓર્ડીનેટર ડૉ.રાજીવ ભટ્ટી દ્વારા વિષય નિષ્ણાત અનિરુધ વસાવા જેઓ પ્રોજેકટ કોડીનેટર હતા તેમણે વિદ્યાનગર નેચર ક્લબ અને વિદ્યાનગર નેચર કન્ઝર્વેશનનો પરિચય આપીને વેબિનારની શરૂઆત કરવામાં આવી.

સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર

આ પણ વાંચોઃમોસ્કોના ઝૂમાં વૃદ્ધ મગરનું મોત, મૃત મગર હિટલરનું હોવાની અફવા

રેગ્યુલર 28 ગામોમાં મગર હોય જ છે

વેબિનારમાં ચરોતરમાં કેટલાં પ્રકારના મગર છે, કયા એરિયામાં છે, જે ગામમાં મગર છે તેના ફોટો, વીડિયો સાથે ખૂબ જ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. તે ઉપરાંત રાત્રે જે રીતે 68 ગામડામાં સર્વે કર્યા, જેમાં રેગ્યુલર 28 ગામોમાં મગર હોય જ છે અને 250-300 જેટલા મગર મળી શકે તેની ગણતરી અને કેમેરા ટેપ, ડ્રોનથી જે રીતે સર્વે કરવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી.

રેસ્કયુ દરમિયાન આવતા પ્રશ્નો અંગે માહિતી અપાઇ

ત્યાર બાદ અજય મહિડા, (સોજીત્રા રેન્જના ફોરેસ્ટ ડિપાટમેન્ટના ગાર્ડ)એ તેમને રેસ્કયુ દરમિયાન કેવા પ્રશ્નો આવે, તે ઉપરાંત લોકોની કેવી માન્યતા હોય છે, તેવા પ્રશ્નોના જવાબ આપ્યા.

સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર

આણંદ જિલ્લામાં ખૂબમોટા મગરના કુદરતી રહેઠાણ સ્થાન તરીકે પ્રચલિત બન્યું

ચરોતરમાં ઘણા ગામડાંઓના તળાવમાં મગર સામાન્ય રીતે જોવા મળતો હોય છે. તેમાં પણ સોજીત્રા તાલુકાના મલાતજ, દેવા, દેવાતજ, ડભોઉ વિસ્તારમાં મગરની ઘણી મોટી આબાદી વસવાટ કરે છે. જે આણંદ જિલ્લામાં ખૂબમોટા મગરના કુદરતી રહેઠાણ સ્થાન તરીકે પ્રચલિત બન્યું છે. જે રહેતા નાગરિકોના જીવનનો મગર ભાગ બની ગયા છે.

આ પણ વાંચોઃવડોદરા: કુમેઠા ગામના તળાવમાં મગરોના આંતક

માનદ નિયામક ડૉ.વિભા વૈષ્ણવ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

આ વિસ્તારની સ્થિતિ અંગે નિષ્ણાતોએ તેમના અનુભવો વર્ણવ્યા હતા. લોક વિજ્ઞાન કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક અને સ.પ.યુનિના બાયોસાયન્સ વિભાગના પ્રોફેસર ઉજ્જવલ ત્રિવેદીએ તેઓ અને અગાઉના નિયામક ઠાકોર દ્વારા મલાતજમાં કરેલા કાર્યક્રમો વર્ણવ્યા. સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના હાલના માનદ નિયામક ડૉ.વિભા વૈષ્ણવ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details