આણંદઃ આણંદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા કોમ્યુનિટી હોલ તથા વોર્ડ નંબર 4ના બગીચાના લોકાર્પણ કાર્યક્રમમાં નવસારીના સાંસદ તથા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ (C R Patil In Anand 2021) દ્વારા કાર્યક્રમ ના વક્તવ્ય દરમિયાન કોરોનાને લઇ કાર્યકરોને સંદેશ આપતા ત્રીજી લહેર (Covid-19 Third Wave in Gujarat 2021) માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા હતાં.
કોરોનાકાળની કામગીરી યાદ કરાવી
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યક્રમમાં હાજર કાર્યકરોને આવનાર સંભવિત કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave Posibility in Gujarat) માટે કમર કસવા માટેના સંકેત આપતા જણાવ્યું હતું કે દેશમાં આવેલી કોરોનાની પહેલી લહેરમાં લોકો આપણી પાસે માસ્ક માગવા આવ્યા હતાં. ખોરાક અને સહાયતા કીટ માગવા માટે આવતા હતાં. જે દેશમાં આવેલી બીજી લહેરમાં લોકો બેડ માંગવા, દવા માંગવા ઇન્જેક્શન માંગવા તથા ઓક્સિજન માગવા માટે આવતા હતાં. આનંદની વાત છે કે તમામ લોકોને જરૂરિયાત અને સુવિધાઓને ઊભી કરવામાં સરકાર અને આપણા કાર્યકર્તાઓ પહોંચી વળ્યા હતાં. તેમણે વધુમાં ટકોર કરતાં જણાવ્યું હતું કે નિષ્ણાતોના મતે હજુ ત્રીજી લહેર આવવાની પૂરી (Covid-19 Third Wave in Gujarat 2021) શક્યતા દેખાઈ રહી છે
આ પણ વાંચોઃ BJP Extensive Campaign of Youth Front 2021 : આરંભ સમયે કાર્યકર્તાઓને 'શક્તિ પ્રહાર' નું સૂત્ર આપતાં પાટીલ
સરકાર તૈયાર હોવાનું આશ્વાસન પણ આપ્યું
સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે અત્યારે જે પ્રમાણે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, કોરોનાના ડેલ્ટા વેરિએન્ટમાં સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. જે ગુણાકારમાં વધી રહ્યો છે. આજે આવેલો એક કેસ દોઢ દિવસમાં બમણાં બની જાય છે જે ચિંતાજનક માહોલ (Corona Third Wave Posibility in Gujarat) ઊભો કરે છે. દેશમાં હાલ ઓમિકોન કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ નિષ્ણાતોના મતે આ સંક્રમણ ચિંતાજનક રીતે વધી શકે તેમ છે. જેને લઇ સરકાર તૈયારીઓ કરી રહી છે. 1500 જેટલા સરકારી દવાખાનાઓમાં 302 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે. આ સાથે દેશમાં અનેક દવાખાનાઓમાં દાતાઓ દ્વારા મોટા ઓક્સિજન પ્લાન્ટ દાન સ્વરૂપે નાખી આપવામાં આવ્યાં છે. જેમાં સી આર પાટીલે (Covid-19 Third Wave in Gujarat 2021) ટકોર કરતાં જણાવ્યું હતું કે તેની "ધૂળ ખંખેરી નાખજો અને તૈયારી રાખજો"
આણંદમાં નવા કોમ્યુનિટી હોલ તથા વોર્ડ નંબર 4ના બગીચાનો લોકાર્પણ કાર્યક્રમ હતો પ્રજામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા કહેતાં પાટીલ
સી આર પાટીલે (C R Patil In Anand 2021) કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે આપણે કોરોનાની ત્રીજી લહેરને ફેલાતી રોકવા માટે પ્રજામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા પડશે. આગામી દિવસોમાં (Corona Third Wave Posibility in Gujarat) જો આપણે આ સંક્રમણને ફેલાતું રોકી શકીશું. તો દેશમાં આવનાર ત્રીજી લહેરને પણ રોકી શકવામાં આપણે સફળ નીકળીશું. તેના માટે કાર્યકર્તાઓનો સાથ માગતા સી આર પાટીલે કોરોના સામે લડવા માટે તૈયાર રહેવા અપીલ કરતા કાર્યકરોને સાંકેતિક ભાષામાં આવનાર ત્રીજી લહેર માટે (Covid-19 Third Wave in Gujarat 2021) તૈયાર રહેવા માટેના સંકેત આપ્યાં હતાં.
આ પણ વાંચોઃ Bjp Year Ender 2021: ભાજપના વર્ષભરના મહત્વના સમાચારો