કચ્છઃસીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી (Haraminala area of Kutch) પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 5 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે અને 1 પાકિસ્તાની માછીમારને પકડી લેવામાં આવ્યો છે.ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાં ગુજરાતના ( India Pakistan maritime boundary in Gujarat) કચ્છ સરહદે હરામીનાળા વિસ્તારમાં સતત આ ઘટનાઓ બની રહી છે.
બીએસએફની પેટ્રોલિંગ ટીમે ફિશિંગ બોટને જપ્ત કરીઃઆજે સવારે BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ હરામીનાળા વિસ્તારમાં 5 પાકિસ્તાની ફિશિંગ બોટ (Pakistani fishing boat ) અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. બીએસએફ પેટ્રોલિંગ ટીમ (BSF Patrol Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હરામીનાળા વિસ્તારમાંથી 5 પાકિસ્તાની ફિશિંગ બોટ અને એક પાકિસ્તાની માછીમાર સહિત જપ્ત (BSF Patrol Seized Five Pakistani Boats) કરી હતી.
આ પણ વાંચોઃ BSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 2 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ