ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરસદ-ડભાસી સ્થાનિકોએ કર્યો ચક્કાજામ - POLICE

આણંદ જિલ્લામાં વાસદ-બગોદરા હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલુ છે. જ્યાં બોરસદ પાસે આવેલા ડભાસી ગામના સ્થાનિકો દ્વારા ગામમાં પ્રવેશવા માટે અન્ડરપાસની માગણી સાથે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

આણંદ
આણંદ

By

Published : Feb 6, 2021, 8:24 PM IST

  • ડભાસી ગામ પાસે સ્થાનિકોએ કર્યો ચક્કજામ
  • વાસદ-બગોદરા હાઇવે પર ડભાસી ગામમાં નાળુ બનાવવા સ્થાનિકો કરી રહ્યા છે માગ
  • પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયું ઘર્ષણ

આણંદ: વાસદ-બગોદરા હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલુ છે. જ્યાં બોરસદ પાસે આવેલા ડભાસી ગામના સ્થાનિકો દ્વારા છેલ્લા લાંબા સમયથી ગામમાં પ્રવેશવા માટે અન્ડરપાસની માગણી સાથે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે કોઇપણ નિર્ણાયક કામગીરી ન થતા આજરોજ સ્થાનિકો દ્વારા મોટી સંખ્યામાં હાઇવે પર એકત્ર થઈ રોડ પર ચક્કાજામ કરવામાં આવતા બોરસદ પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બોરસદ-ડભાસી સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

આ બનાવમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા

આ બનાવમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. એકત્ર થયેલા ટોળામાંથી ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવાનો શરૂ કરવામાં આવતા સાત જેટલા પોલીસ ઈજાગ્રસ્ત થયા હતા. સરકારી સાધનોને પણ છૂટું છવાયું નુકસાન થવા પામ્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને નિયંત્રણ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બોરસદ-ડભાસી સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

બોરસદ-વડોદરા હાઇવે પર ડભાસી ગામ પાસે આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

સમગ્ર ઘટના વિશે જિલ્લા પોલીસ વડા અજીત રાજયણના જણાવ્યા અનુસાર, 70 થી 80 જેટલા તોફાની તત્વોનો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ સમગ્ર સ્થિતિ પોલીસના નિયંત્રણમાં હોવાની જાણકારી તેમના દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બોરસદ-વડોદરા હાઇવે પર ડભાસી ગામ પાસે આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આ માર્ગ પર ચક્કાજામ થતાં રોડ પરથી પસાર થતા સાધન ચાલકોને પણ હાંલાકી ભોગવવી પડી હતી. સમગ્ર ઘટનામાં સ્થાનિકોના એકત્ર થયેલા ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હાલ અટકાયતી પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details