આણંદ: પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ APMCના ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા ધરતીપુત્રોને તેમની ખેતપેદાશો વેચવામાં તકલીફ ન પડે, દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન ભીડ અને લાચારીનો અનુભવ ન થાય તે માટે આયોજિત પદ્ધતિ થકી સલામતીની તમામ તકેદારી સાથે ખરીદી ચાલુ કરવામાં આવી છે.
બોરસદ APMCએ તમામ તકેદારી સાથે ખેડૂતોના પાકની ખરીદી ચાલુ કરી - Borsad APMC
આણંદઃ જિલ્લામાં આ વર્ષે ધરતીપુત્રોને પહેલા કુદરતનો માર સહન કરવાનો વારો આવ્યો હતો, હવે લોકડાઉનનો માર વેઠવો પડી રહ્યો છે, ત્યારે જગતના તાતને લોકડાઉન દરમિયાન પોતાની ખેતપેદાશો વેચવા વલખાં ન મારવા પડે તે માટે બોરસદ APMC દ્વારા તમામ તકેદારી સાથે ખરીદી ચાલુ કરવામાં આવી છે.
બોરસદ APMC એ તમામ તકેદારી સાથે ખેડૂતોના પાકની ખરીદી ચાલુ કરાઈ
ગામડાઓમાંથી ખેતપેદાશો વેચવા એપીએમસીમાં આવતા ખેડૂતોનું સંપૂર્ણ સ્વાસ્થ્ય તપાસણી કર્યા બાદ સેનિટેશન ટનલમાંથી પસાર કરી વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ તે રીતે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરાવી ખરીદી આરંભવામાં આવી છે.