ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોના બૂથ જાહેર કરાયા - ગુજરાત

ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં ચૂંટણીનો માહોલ ખરેખરો જામ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ખંભાત નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પૂર્વે ખંભાત તાલુકામાં સંવેદનશીલ મતદાન મથકો અને અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.

Khambhat
Khambhat

By

Published : Feb 20, 2021, 10:49 PM IST

  • ભાજપાનો ગઢ ગણાતા ખંભાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો
  • સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોના બૂથ જાહેર કરાયા
  • અતિસંવેદનશીલ 10 અને સંવેદનશીલ 33 મતદાન મથકોનો સમાવેશ
    ખંભાતમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોના બૂથ જાહેર કરાયા

આણંદ: ભાજપાનો ગઢ ગણાતા ખંભાતમાં ચૂંટણીનો માહોલ ખરેખરો જામ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ખંભાત નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પૂર્વે ખંભાત તાલુકામાં સંવેદનશીલ મતદાન મથકો અને અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પાલિકામાં કુલ 66 મતદાન મથકો આવેલા છે, જેમાં અતિસંવેદનશીલ 10 અને સંવેદનશીલ 33 મતદાન મથકોનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ મતદાન મથકો 175 છે. જેમાં અતિસંવેદનશીલ 16 અને સંવેદનશીલ 47 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.

અતિસંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે

આવનારા દિવસોમાં પોલીસ દ્વારા ખંભાતમાં મતદાનના આગલા દિવસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ છે, ત્યારે ખંભાત નગરપાલિકામાં ચૂંટણીમાં અતિસંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તે માટે હાલ બુથવાર પોલીસની ટીમોની રચના પણ કરવામાં આવી છે. દરેક મતદાન મથકે પોલીસ સ્ટાફ સશસ્ત્ર પોલીસ દળ હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ વિડિયો રેકોર્ડિંગની પણ બુથવાર અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અતિસંવેદનશીલ કેન્દ્રો ઉપર તમામ મતદાન ગતિવિધિનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે તેમ કચેરીના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.

સંવેદનશીલ બુથમાં ધુવારણના ત્રણ બુથ

ખંભાત નગરપાલિકામાં અતિસંવેદનશીલ વિસ્તારોમાં બુથ નંબર 3(7), 3(8), 4(5), 4(2), 4(4),4(7),5(1) બુથનો સમાવેશ થાય છે. જયારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અતિસંવેદનશીલ બુથમાં ઉદેલ, ઝીણજ અને જલુંધના તમામ બૂથનો સમાવેશ થાય છે. જ્યારે સંવેદનશીલ બુથમાં ધુવારણના ત્રણ બુથ ગોલાણાના બે બૂથ અને વટાદરા અને કલમસરના તમામ બૂથનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details