ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાત પાલિકાના વોર્ડ નં-8માં ભાજપમાં ભડકો, ભાજપના કાર્યકરે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી - Kutch news

ખંભાત શહેરમાં ભાજપમાં ટિકિટ વેચાણ બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ટિકિટની વહેંચણીમાં ક્યાંક પરિવારવાદ તો ક્યાંક જ્ઞાતિવાદ નજરે પડ્યો છે. વોર્ડ નંબર 8માં પક્ષપલટું શહેર કોંગ્રેસ પ્રમુખને સીધી કોંગ્રેસમાંથી ભાજપમાં ટિકિટ ફાળવાતા ટિકિટ વાંચ્છુઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. જેને લઇને ભાજપના પાયાના કાર્યકરે 200 સમર્થકો સાથે વોર્ડ 8માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે.

મહાનગરનો મહાસંગ્રામ
મહાનગરનો મહાસંગ્રામ

By

Published : Feb 16, 2021, 7:24 PM IST

  • ખંભાત નગરપાલિકાના વોર્ડ નંબર-8 ભાજપમાં ભડકો
  • ભાજપના પાયાના કાર્યકરે 200 સમર્થકો સાથે અપક્ષમાં નોંધાવી ઉમેદવારી
  • ટિકિટ વહેંચણીની લઇને ભાજપમાં અસંતોષ

ખંભાતઃ શહેરમાં ભાજપમાં ટિકિટ વેચાણ બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ટિકિટની વહેંચણીમાં ક્યાંક પરિવારવાદ તો ક્યાંક જ્ઞાતિવાદ નજરે પડ્યો છે. વોર્ડ નંબર-8માં પક્ષપલટું શહેર કોંગ્રેસ પ્રમુખને સીધી ભાજપમાં ટિકિટ ફાળવાતા ટિકિટ વાંચ્છુઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. જેને લઇને ભાજપના પાયાના કાર્યકરે 200 સમર્થકો સાથે વોર્ડ-8માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે.


ભુપેન્દ્ર પટેલે નારાજગી વ્યક્ત કરી

શહેરના વોર્ડ નંબર-8માં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી આવનાર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારને ટિકિટ ફાળવવામાં આવી છે. જેને લઇ ભુપેન્દ્ર પટેલે 200 સમર્થકો સાથે ભાજપમાંથી નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. ભુપેન્દ્રભાઈ પટેલે આક્ષેપ પૂર્વક જણાવ્યું હતું કે, હું 30 વર્ષથી ભાજપનો કાર્યકર્તા છું અને આજકાલના આવનારને ટિકિટ ફાળવવામાં આવતા મને બહુ જ દુઃખ થયું છે માટે હું 200 સમર્થકો સાથે આજે અપક્ષમાં ફોર્મ ભરું છું. ખંભાતના સ્થાનિક રાજકારણમાં ભારે રસાકસી હોય તેમજ પાર્ટીની નવી પોલિસી તેમજ જ્ઞાતિવાદ અને પરિવારવાદને લઇ અને પાયાના કાર્યકરોની ટિકિટ કપાતા શહેર ખંભાત ભાજપમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ જ્ઞાતિવાદને લઈ 36માંથી 5 ટિકિટ બ્રાહ્મણ જ્ઞાતિની ફાળવાઇ છે. જેને લઇને શહેરની અનેક જ્ઞાતિઓ કે જેની વોટબેંક સૌથી વધુ છે તેમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. જેમાં વોર્ડ નંબર-2માં નગરપાલિકા પ્રમુખના ભાઈ તથા વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 9માં પૂર્વ પાલિકા પ્રમુખોની પત્નીઓને ટિકિટો ફાળવતા ભારે રોષ વ્યાપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details