ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં CAA અને NRCના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું - bjp organized rally to support caa nrc

આણંદ: સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લા નાગરિકતા સંયોજક સમિતિની આગેવાનીમાં હજારો આણંદવાસીઓએ એક સુર થઈને સરકારના CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.

bjp organized rally to support caa nrc in annad
bjp organized rally to support caa nrc in annad

By

Published : Dec 25, 2019, 7:34 AM IST

નાગરિકતા સંયોજક સમિતિની આગેવાનીમાં હજારો આણંદવાસીઓએ એક સુર થઈને સરકારના CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.

CAA અને NRC ના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું

આણંદ જિલ્લાના અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના વડા સ્થાનિક આગેવાનો વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સમર્થકો આ રેલીમાં હાજર રહ્યા હતા. આણંદના બેઠક મંદિરથી શરૂ થયેલી આ રેલી ડી એન રોડ, ગામડી વડ, સ્ટેશન રોડ, સરકારી દવાખાનું, ગોદી, આણંદ શાકમાર્કેટ, અમુલ ડેરીથી લઈ ગણેશ ચોકડી પહોંચી હતી.

CAA અને NRC ના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું

આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચી CAA અને NRCના સમર્થનમાં આણંદ જિલ્લાના કલેક્ટર આર. બી. ગોહિલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લાના કલેકટર આર. બી. ગોહિલને આવેદન પત્ર આપવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details