- પશ્ચિમ બંગાળમાં થેયેલા હિંસક હુમલાઓનો વિરોધ
- ભાજપ સંગઠન દ્વારા આણંદ નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરાયુંં
- કરમસદમાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શન યોજાયા હતા
આણંદ : પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર શરૂ થયેલા હુમલાની ઘટનાઓ પછી રાષ્ટ્રીય રાજકારણ પ્રભાવિત થયું છે. પશ્ચિમ બંગાળ થયેલા હુમલામાં કેટલાક કાર્યકરોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો આ ઘટનામાં ભોગ બન્યા છે. ગુજરાતના રાજકારણમાં આ ઘટનાના વિરોધમાં ગતિવિધિ તેજ થઈ છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ કક્ષાએ વિરોધ પ્રદર્શન અને ધારણાઓ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ ભાજપ સંગઠન દ્વારા આણંદ નગરપાલિકા બહાર પંડિત દીનદયાળની પ્રતિમા પાસે અને આણંદ લાઇબ્રેરી બહાર મમતા બેનરજીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અને તાલુકા કક્ષાના દેખાવમાં સાંસદસભ્ય મિતેશ પટેલે નેતૃત્વ કર્યું હતું.
બંગાળમાં ટી.એમ.સી. સતત જાતિવાદનું રાજકારણ કરી રહી
આ કાર્યક્રમ અંગે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલાની ઘટનામાં 28 જેટલા કાર્યકર્તાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે,પશ્ચિમ બંગાળમાં ટી.એમ.સી. સતત જાતિવાદનું રાજકારણ કરી રહી છે અને બદલાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર હિંસક હુમલા કરી રહી છે તેના વિરોધમાં આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સદસ્યો દ્વારા મમતા બેનરજીના વિરોધથી સાથે સૂત્રોચાર સાથેનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપે યોજ્યા ધરણા