કરમસદ: સરદાર પટેલના વતન કરમસદમાં કોંગ્રેસની પત્રકાર (Congress Press Conference) પરિષદનો ફિયાસ્કો થયો છે. સરદાર પટેલના ઘરે કોંગ્રેસે એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પણ ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki Controversial Statement) કરેલા રામ અંગેના નિવેદનને લઈને કરમસદમા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો હતો. કરમસદમાં સ્થાનિકોએ ભરતસિંહ સોલંકીનો વિરોધ (Protest of Bharatsinh Solanki) કર્યો હતો. આ પત્રકાર પરિષદ યોજીને ભરતસિંહ સોલંકીએ કોઈ મહત્ત્વની જાહેરાત કરવા માટે આવવાના હતા. પણ એવું બન્યું નથી. પછી કોંગ્રેસે બચાવલક્ષી નિવેદન આપી દેતા અમદાવાદના સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ નામ દેવાની વાત કહી હતી.
ભરતસિંહ સોલંકીના રામમંદિરના નિવેદનથી આ ગામમાં વિરોધ, આગમન પહેલા જ કાર્યક્રમનો ફિયાસ્કો - ભરતસિંહ સોલંકીના રામમંદિરના નિવેદન
આણંદના કરમસદમાં કોંગ્રેસના કાર્યક્રમનો (Congress Programe Postpone) ફિયાસ્કો થઈ ગયો હતો. ભરતસિંહ સોલંકીના (Bharatsinh Solnaki Controversial Statement) આગમન પહેલા જ સ્થાનિકો તથા ભાજપના આગેવાનોએ નારેબાજી કરી હતી. જેને ગંભીરતાથી લઈને કોંગ્રેસે સરદાર પટેલના ઘરે યોજેલો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.
આગમન પહેલા નારેબાજી: કરમસદમાં કોંગ્રેસના મોટાનેતા ભરતસિંહ સોલંકી પત્રકાર પરિષદ યોજી કોઈ મોટી જાહેરાત કરવાના હતા. પણ એમણે કરેલા રામ મંદિર મુદ્દેના વિવાદાસ્પદ નિવેદનથી કરમસદના સ્થાનિકો તથા ભાજપના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. કરમસદમાં એ આવે એ પહેલા જ જય શ્રી રામની નારેબાજી થઈ હતી. જોકે, આ સ્થિતિને ગંભીરતાથી લઈને કરમસદ કોંગ્રેસના નેતાએ સમગ્ર કાર્યક્રમ પર અલ્પવિરામ મૂકી દીધો હતો. જ્યારે આ મુદ્દે એમને પ્રશ્ન કરાયો ત્યારે તેમણે કહ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરવા માટેની લડત કોંગ્રેસની છે. જોકે, કરમસદમાં સ્થિતિને પારખી જઈને સરદાર પટેલના ઘરે યોજવામાં આવેલો કાર્યક્રમ પણ રદ્દ કરી દીધો હતો. જે પાછળ મોટા કહેવાતા નેતાઓનું અચાનક આવવાનું રદ્દ થવાનું રટણ કરાયું છે.