ગત રોજ ઉમેદવારી પત્ર ભરવા સમયે રજૂ કરેલી એફીડેવીટમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ હાથ પર રોકડ રકમ ૬.પ૬ લાખ અને બેંકમાં ૯૩.૭૫ લાખની થાપણો દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, ૧પ વર્ષ અગાઉ પ્રથમ વખત સાંસદ તરીકેની ઉમેદવારી સમયે તેઓ પાસે રોકડ રકમ રૂ. ર૧ હજાર હતી. જે વર્ષ ર૦૦૯માં ર લાખ, ર૦૧૪માં ૨૩.૫૧ હતી. અહોઆશ્ચર્મ તો એ છે કે, છેલ્લા ૧૫ વર્ષોમાં ભરતસિંહ કે તેમનાં પત્નીએ સોનાની ખરીદી જ કરી નથી.
લો બોલો, 5 વર્ષમાં ભરતસિંહે કે તેમનાં પત્નીએ રત્તીભર સોનું ખરીદ્યું નથી...
આણંદઃ આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર કે જેમને ચોથીવાર પક્ષે ઉમેદવારી પત્ર ભરવા મોકલ્યા છે. એવી ભરતસિંહ સોલંકીએ છેલ્લા 5 વર્ષમાં સોનાની ખરીદી જ કરી નથી.....અરે એ વાત તો જવા દો, પણ ભરતસિંહે કે તેમના પત્નીએ પમ છેલ્લા 15 વર્ષથી સોનાની ખરીદી કરી જ નથી. ભરતસિંહે ઉમેદવારી પત્ર ભરવા સમયે રજૂ કરેલા એફીડેવીટમાં હાથ પર રોકડ રકમ ૬.પ૬ લાખ અને બેંકમાં ૯૩.૭૫ લાખની થાપણો દર્શાવી છે.
ભરતસિંહ પાસે 15 વર્ષ અગાઉનું ૪૦૦ ગ્રામ સોનું જ યથાવત રહ્યું છે, પરંતુ ભરતસિંહ વાહનો રાખવામાં આગળ આવ્યા છે. કારણ કે, પ વર્ષ અગાઉ ભરતસિંહ પાસે ૫,૬૭,૬૪૦ના વાહનો હોવાની તેમણે એફિડેવિટમાં મુક્યા હતા. જે હાલમાં મુકેલ એફિડેવિટમાં રપ.૬૦ લાખ છે, તો તેમના પત્ની પાસે અગાઉ ૪.પ લાખની હોન્ડા સીટીની સામે હાલમાં ૧૬.૩૮ લાખની કિંમતની ઇનોવા ક્રિષ્ટા કાર છે.છેલ્લાં 5 વર્ષમાં ભરતસિંહ સોલંકી પાસે રોકડ અને ડિપોઝીટમાં ઘટાડો થયો છે.
આણંદ ખાતે ઉમેદવારી પત્રમાં ભરતસિંહે કુલ ૧.૪૧ કરોડની જંગમ મિલકત દર્શાવી હતી, તો કુલ ૩.ર૭ કરોડની સ્થાવર મિલકત દર્શાવી હતી. કુલ ૧૯.૩૪ લાખ ની લાયબલિટી દર્શાવી છે. જ્યારે તેઓના પત્નીના નામે ૧૬.૭પ લાખ જંગમ અને ૮ લાખની સ્થાવર મિલકત દર્શાવી છે.