- મનુષ્ય અને પ્રકૃતિનું બોન્ડિંગ વધારે છે
- દરેક છોડ ઓક્સિજન પૂરો પાડે છે
- પ્રફુલ્લિત વાતાવરણ ઉભું કરી વ્યક્તિનો સ્ટ્રેસ ઓછો કરે છે
આણંદ : વર્તમાન કોરોના મહામારીમાં વ્યક્તિઓના જીવન પર ઊંડી અસર થયેલી દેખાઈ રહી છે ત્યારે ઘરમાં રાખેલા પ્લાન્ટ ફુલછોડ તથા બગીચામાં ઉછેરવામાં આવતા વૃક્ષો લોકોને આ મહામારીના સ્ટ્રેસમાંથી બહાર લાવવા અમુક અંશે મદદરૂપ થઈને નીકળે છે. વળી જે પ્રમાણે દરેક છોડ વાતાવરણને શુદ્ધ કરવા સાથે ઑક્સિજન પણ ઉત્પન્ન કરે છે જેથી પ્રાકૃતિક વાતાવરણનું નિર્માણ કરી શકાય છે ત્યારે આણંદ જિલ્લાના કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના પ્રૉફેસર ડૉક્ટર અમિતા પરમાર સાથે etv ભારતે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોના સંક્રમણની બીકે તથા કોરોના સંક્રમણ લાગતા હોમ આઇસોલેટ થતા હોય છે ત્યારે ઘરમાં કે રૂમમાં રાખેલા છોડ અને ઘરના બહાર બગીચામાં ઉછેરેલા વૃક્ષોની દર્દીઓને સમય પસાર કરવા મદદરૂપ બની શકે છે. ઘરમાં રાખવા લાયક છોડ બેઠક રૂમ, બેડ રૂમ કે અન્ય રૂમમાં રાખવાથી લોકોનું બોન્ડિંગ તે પ્લાન સાથે બંધાય છે. જે રૂમમાં ઑક્સિજન ઉત્પન્ન કરે છે સાથે ઘરની શોભા વધારવા સાથે વાતાવરણ શુદ્ધ કરે છે. જે કોરોના મહામારીમાં ઘરમાં રહેતા દર્દીઓ અને પરિવારને સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ બને છે.
ખૂબ ઓછા સૂર્ય પ્રકાશમાં ઘરમાં રાખવા જેવા છોડ:
સ્નેક પ્લાન્ટ
ઓછા સૂર્યપ્રકાશમાં ઉગાડી શકાય સારા પ્રમાણમાં ઓક્સિજન આપી વાતાવરણને શુદ્ધ રાખે છે મેક પ્લાન્ટને નાગણી પણ કહી શકાય છે અને તેની સાત પ્રકારની જાતો આવેલી છે જેને મુખ્યત્વે બેડરૂમમાં રસોડામાં તથા ઑફિસમાં રાખવું સારું રહે છે.
રિબિન પ્લાન્ટ
ખૂબ જ ઓછા સૂર્યપ્રકાશમાં જીવંત રહી શકે છે ચાર પ્રકારના પાના આકાર પ્રમાણેની જાતો હોય છે રૂમ રાખવાથી ઑક્સિજન આપી વાતાવરણને શુદ્ધ રાખે છે.
મની પ્લાન્ટ
ખૂબ જ ઓછા સૂર્યપ્રકાશમાં પાણીમાં તથા જમીનમાં પણ ઉગાડી શકાય છે. આ છોડ સાથે ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે, જે ઘરમાં સુશોભનના ઉપયોગમાં પણ લઇ શકાય છે.
ડાયફન બેકિયા
ખૂબ જ ઓછા સૂર્યપ્રકાશમાં આ છોડને ઉગાડી શકાય છે તેના પાનામાં તમારે બપોરે વિવિધતા જોવા મળે છે. ઑક્સિજન આપે વાતાવરણને શુદ્ધ રાખે છે પરંતુ પાનમાં ઝેરી તત્વો રહેલા હોય બાળકોની પહોંચ તે દૂર રાખવો હિતાવહ રહે છે મુખ્યત્વે આ પ્રકારના છોડનું ઓફિસમાં તથા ઘરમાં ઉંચા સ્થાને રાખવું હિતાવહ છે.
સ્ક્યુલન્ટ
ખૂબ જ ઓછા સૂર્યપ્રકાશમાં ખૂબ જ નાના કુંડામાં ઉછેરી શકાય છે. સૌથી 200 જેટલી અલગ-અલગ જાત જોવા મળે છે, મુખ્યત્વે આ પ્રકારના છોડ ઘરમાં લિવિંગ રૂમ અથવા તો ઑફિસમાં ટેબલ ઉપર રાખવા માટે ખૂબ પ્રચલિત છે.
માધ્યમ સૂર્ય પ્રકાશમાં ઉગતા છોડ:
કોલીયર્સ
મધ્યમ સૂર્યપ્રકાશમાં એટલે કે ઘર કે ઓફિસમાં બારીની પાસે થોડું સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં રાખી શકાય છે 8 થી 10 પ્રકારના જુદા જુદાના કલર અને ડિઝાઇન પ્રમાણે અલગ અલગ જાત જોવા મળે છે, જે સુશોભન માટે ખૂબ જ પ્રચલિત છે.
હંસરાજ