ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતની BAPS સંસ્થા દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ કરાયું

ખંભાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખંભાતની વિવિધ હોસ્પિટલોમાં 14 જેટલા ઓક્સિજનના મશીનો નિ:શુલ્ક સેવાકીય હેતુથી ફાળવવામાં આવ્યા હતા.

BAPS દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ
BAPS દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ

By

Published : May 15, 2021, 9:39 AM IST

  • 14 મેડિકલ ઓક્સિજન કોનસંટ્રેટર મશીન નિઃશુલ્ક સહાય અર્થે ફાળવવામાં આવ્યા
  • કોરોના મહામારી સામેના આ યુધ્ધમાં આ મશીનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે
  • રાજકોટ મંદિર દ્વારા કોરોના વોરિયર્સ તથા અસરગ્રસ્તો માટે ટિફિન સુવિધાની કામગીરી

આણંદ :આજે સમગ્ર ભારતના કરોડો દેશવાસીઓ કોરોના મહામારીના બીજા તબક્કામાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા BAPS પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી કોરોના મહામારીમાં ખંભાત શહેર ખાતે કુલ 14 જેટલા મેડિકલ ઓક્સિજન કોનસંટ્રેટર મશીન નિઃશુલ્ક સહાય અર્થે ફાળવવામાં આવ્યા હતા.

BAPS દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ

આ પણ વાંચો : ગઢડામા BAPS સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી

હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું
ખંભાત BAPS સંસ્થાના સંત ગુણવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, ખંભાતની જનરલ હોસ્પિટલ, એમ. એમ પરીખ કાર્ડિયાક કેર યુનિટ, કલાવતી હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ તથા જીવનધારા હોસ્પિટલ આ તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ આ મશીનોનું દર્દીઓની સારવાર અર્થે વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાત શહેર તથા ગ્રામ્ય જનતા માટે કોરોના મહામારી સામેના આ યુધ્ધમાં આ મશીનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

BAPS દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ

આ પણ વાંચો : ખંભાતના 50 લાખના લાંચીયા કોન્સ્ટેબલના કેસમાં એસીબીની તપાસનો ધમધમાટ
દેશવિદેશમાં ફેલાયેલા મંદિરો દ્વારા એક વર્ષથી સેવાયજ્ઞો હાથ ધરાયા
ખંભાત ક્ષેત્રે BAPS સંસ્થાના સર્વજીવન સ્વામીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ભૂકંપ, સુનામી, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી કુદરતી આપદાઓમાં BAPS સંસ્થા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ હંમેશા સમાજની વ્હારે ઊભી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી BAPS સંસ્થાના દેશવિદેશમાં ફેલાયેલા મંદિરો દ્વારા કોરોના મહામારી નિમિત્તે વિવિધ પ્રકારના સેવાયજ્ઞો હાથ ધરવામાં આવ્યા છે.

BAPS દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ

મુંબઈ મંદિર દ્વારા 600થી વધુ ઓટોમેટેડ બેડનું વિતરણ

અટલાદરા મંદિર ખાતે 500 બેડની ઓક્સિજન સુવિધાસજ્જ કોવિડ હોસ્પિટલ આવેલી છે. રાજકોટ મંદિર દ્વારા કોરોના વોરિયર્સ તથા અસરગ્રસ્તો માટે ટિફિન સુવિધા, મુંબઈ મંદિર દ્વારા 600થી વધુ ઓટોમેટેડ બેડનું વિતરણ, અબુધાબી મંદિર દ્વારા ભારત ખાતે ઓક્સિજન સિલિન્ડર સહાય, લંડન મંદિર દ્વારા ભારત ખાતે દવાઓ તથા ઓક્સિજન કોનસંટ્રેટર મશીન વિતરણ ઉપરાંત સંસ્થાના અનેકવિધ મંદિરો દ્વારા કરવામાં આવેલા જરૂિયાતમંદોને રાહત સામગ્રી કીટ વિતરણનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details