ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં બેંક અને LIC કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

વર્ગ-4માં ભરતી માટે જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ નહીં કરવા અને વિવિધ માંગણીઓ સંદર્ભે આણંદ જિલ્લા LIC ઓફ ઇન્ડિયા નડિયાદ ડિવિઝનલ 3 અને 4ના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

આણંદ
આણંદ

By

Published : Nov 26, 2020, 6:12 PM IST

  • આણંદ જિલ્લામાં કર્મચારી મંડળની હડતાલ
  • 10 જેટલા કર્મચારી મંડળોએ આપ્યું સમર્થન
  • સરકારના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર
  • પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા કરી માંગણી

આણંદ: વર્ગ-4માં ભરતી માટે જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ નહીં કરવા અને વિવિધ માંગણીઓ સંદર્ભે આણંદ જિલ્લા LIC ઓફ ઇન્ડિયા નડિયાદ ડિવિઝનલ 3 અને 4ના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

આણંદમાં બેંક અને LIC કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

જિલ્લા LIC ઓફ ઇન્ડિયા નડિયાદ ડિવિઝનલ 3 અને 4 ના કર્મચારીઓએ આજે સરકારના ખાનગીકરણના વલણ સામે વિરોધ નોંધાવતા હડતાલ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓ દ્વારા ભારત સરકારની કર્મચારી વિરોધી નીતિ, લોકવિરોધી, નવી પેન્સન પદ્ધતિને રદ કરી LIC ના દરેક કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ 1995 ફરીથી ચાલુ કરવા માટે તથા IPO દ્વારા LICની સ્ટોક માર્કેટમાં નોંધણી અને વિલીનીકરણ(ખાનગીકરણ) કરવાના સરકારના ઇરાદા સામે પ્રતિકારક હડતાલ જાહેર કરવામાં આવી હતી.

વર્ગ-4 માં ભરતી માટે જાહેર ક્ષેત્રોની ખાનગીકરણ ન કરવા અને વિવિધ માંગણીઓના સંદર્ભમાં એક દિવસની હડતાલ પર જઈ આણંદ જિલ્લામાં 10 જેટલા કર્મચારી મંડળોએ એકતા દાખવી વિરોધ નોંધાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details