ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાત શહેરમાં પતંગોની હાટડીઓ બાંધવા પર પ્રતિબંધ, વેપારીઓમાં રોષ

રાજ્ય સરકારની ગાઇડ લાઇન મુજબ તેમ જ કલેક્ટરના જાહેરનામાને અનુસરીને ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ખંભાત શહેરમાં પતંગની હાટડીઓ બાંધવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે. જેને પગલે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે ખંભાતના પતંગના વેપારીઓએ ચગડોળ ગ્રાઉન્ડ ખાતે પતંગની હાટડીઓ બાંધવા પોલીસ સ્ટેશન જઈને માગણી કરી છે.

ખંભાત શહેરમાં પતંગોની હાટડીઓ બાંધવા પર પ્રતિબંધ, વેપારીઓમાં રોષ
ખંભાત શહેરમાં પતંગોની હાટડીઓ બાંધવા પર પ્રતિબંધ, વેપારીઓમાં રોષ

By

Published : Jan 7, 2021, 2:01 PM IST

  • ખંભાતમાં મોટાયાપે પતંગ બનાવવાનો ઉદ્યોગ થાય છે
  • કોરોના ગાઈડલાઈન્સને પગલે હાટડીઓ બાંધવા પર પ્રતિબંધ છે
  • મધ્યમવર્ગીય વેપારીઓને નુકસાનને લઇને વેપારીઓમાં નારાજગી

ખંભાતઃ ખંભાત શહેરમાં અંદાજિત 2000 પરિવારજનોને ઘેર બેઠાં રોજગારી આપતો પતંગનો ગૃહઉદ્યોગ ખંભાતમાં 10 મહિના ચાલતો હોય છે. પતંગના વેપારીઓ પોતાની આર્થિક રોજીરોટી મેળવવા માટે પોતાના માલનું વેચાણ કરી આવક મેળવતા હોય છે. ખંભાતના પતંગ ઉદ્યોગમાં ચુનારા અને મુસ્લિમ સમાજ સંકળાયેલા છે અને આ પરિવારો મધ્યમવર્ગમાંથી આવે છે. સરકાર તરફથી પતંગના વેપારીઓને કોઈપણ પ્રકારની રાહત પણ ફાળવવામાં આવતી નથી. નાણાકીય રોકાણ અને બીજી તરફ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે પતંગની જગ્યા માટે ખંભાત શહેરમાં સ્ટોર ઉભા કરવા બાબતે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોઇ વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.

વેપારીઓએ સત્તાવાળાઓને લેખિતમાં કરી રજૂઆત

આ અંગે પતંગના વેપારીઓ દ્વારા ખંભાત નગરપાલિકા અને પોલીસતંત્રને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટીંગ બોલાવી વેપારીઓને ચકડોળ ગ્રાઉન્ડ ખાતે જગ્યાની ફાળવણી કરવાનું આયોજન કરે અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં સરળતા થશે. શહેરમાં આવેલ ચગડોળ ગ્રાઉન્ડ ખૂબ જ વિશાળ છે અને તેને ફરતે પતંગોના વેપારીઓને જગ્યાની ફાળવણી કરવામાં આવે તો અંદાજિત 100થી વધુ વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સમાં જગ્યાની ફાળવણી કરી શકાશે. તેમ જ આ સ્થળે પતંગની ખરીદી માટે આવતા નાગરિકોની ભીડ પણ નહીં થાય.

સમયસર નિર્ણય લેવાની જરુર

આ અંગે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલ દીપકભાઈ ચુનારાએ જણાવ્યું હતું કે પતંગોની ખરીદી માટે આવતા નાગરિકો માટે વાહન પાર્કિંગની સમસ્યા પણ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે સર્જાશે નહીં, તેમ જ શહેરના મુખ્ય માર્ગ પર દસબાર દિવસ જે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે તેનું પણ નિરાકરણ આવશે. નગરપાલિકા દ્વારા પતંગોના વેપારીઓને ચગડોળ ગ્રાઉન્ડ ખાતે કોરોના પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ચાલું વર્ષે જગ્યા ફાળવી, ભાડું પણ ન લેવા માટે જણાવ્યું છે. જો આ નિર્ણય વહેલી તકે લેવાય તો જ વેપારીઓને ફાયદો થાય.

ABOUT THE AUTHOR

...view details