મળતી માહિતી પ્રમાણે, બોરસદ તાલુકાના પીપળી ગામના ત્રણ યુવાન હિમાંશુ, સુનિલ અને પિયુષ મલેશિયામાં એક વર્ષ અગાઉ નોકરી માટે ગયા હતા. જ્યાં આ યુવાનોને બંધક બનાવ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ચરોતરમાં ચકચાર મચી ગઈ હતી. આ વીડિયોની જાણ આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલને થતા તેમણે યુવાનોના પરિવારની રજૂઆતને સાંભળી હતી. ગણતરીના કલાકોમાં જ આ ત્રણેય યુવાનોને મલેશિયામાં ભારતીય દૂતાવાસની ઓફિસમાં શરણ આપાવવામાં મદદ કરી હતી.
મલેશિયામાં ફસાયેલા યુવાનોની આણંદના સાંસદ મિતેશ પટેલે મદદ કરી
આણંદઃ એક અઠવાડીયા પહેલા મલેશિયામાં ત્રણ ગુજરાતી યુવાનોને બંધક બનાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોએ સમગ્ર ચરોતરમાં ચકચાર મચાવી દીધી હતી. આ વાતની જાણ આણંદના સાંસદને થતા તેમણે આ યુવાનોની મદદ કરી હતી.
youth trapped in malaysia
આ ત્રણેય યુવાનોને મલેશિયામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને થોડાક દિવસોમાં જરૂરી કાર્યવાહી કરી સ્વદેશ પાછા લાવવાની તજવીજ હાથ ધરાશે. આ બાબતે મિતેશ પટેલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય દૂતાવાસ દ્વારા 7 દિવસની અંદર આ યુવાનોને પરત મોકલી આપવાની માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી આ યુવાનોના પરિવાર પણ આજે સરકાર દ્વારા મળેલ સહાયને કારણે અતિ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.