- આણંદ જિલ્લામાં 18,500 કોરોના વેક્સિન ડોઝ આણંદ પહોંચ્યા
- આણંદ જિલ્લામાં 16 જાન્યુઆરીથી સરકારની સૂચના મુજબ કાર્યવાહી કારવામાં આવશે
- કોવિડશિલ્ડ નામની કોરોના વેક્સિન આણંદ પહોંચી
આણંદ : જિલ્લામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આવી પહોંચ્યો છે. જેમાં 18,500 ડોઝ આવી સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા બનાવવામાં આવેલી કોરોના વાઇરસની રસીનો જથ્થો આણંદ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ જથ્થાને સ્ટોર કરી નિયમ અનુસારના તાપમાનની જાળવણી સાથે આ જથ્થો આગામી 16 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવનારા કોરોના વેક્સિનેશનની કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે.
આણંદમાં 18,500 ડોઝ કોરોના વેક્સિનનું આગમન કોરોના વેક્સિન જિલ્લા પંચાયતના વેક્સિન સ્ટોરમાં મૂકાઇ
આણંદ જિલ્લામાં કુલ સાડા ચાર લાખ જેટલા પચાસ વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને પ્રથમ તબક્કામાં કોરોના રસીકરણના ભાગરૂપે આવરી લેવામાં આવશે. જ્યારે આરોગ્ય કર્મચારી, સફાઈ કર્મચારી જેવા કોરોના વોરિયર્સને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ સાથે 5000 કરતા વધારે કોમોરબીટ નાગરિકોને પણ પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવશે. આજ રોજ જ્યારે આણંદમાં પ્રથમ તબક્કાના 18,500 ડોઝ આવી પહોંચ્યા છે, ત્યારે તેને જિલ્લા પંચાયત વેક્સિન સ્ટોરમાં મૂકવામાં આવ્યા છે. જેને આગામી દિવસોમાં સરકારના સૂચન પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવશે.
કોવિડશિલ્ડ નામની કોરોના વેક્સિન આણંદ પહોંચી કોરોના રસીને ILR રેફ્રિજરેટરમાં રાખવામાં આવશે
કોરોના રસીને ILR રેફ્રિજરેટરમાં રાખવામાં આવશે. રેફ્રિજરેટર સરકાર દ્વારા પહેલેથી જ સમય સૂચકતા રાખીને જિલ્લા મથકો પર મોકલી દેવામાં આવ્યા હતા. જેમાં આણંદ જિલ્લામાં બે રેફ્રિજરેટર મોકલવામાં આવ્યા છે. આ રેફ્રિજરેટરમાં કોરોના વેક્સિનનો જથ્થો 2થી 8 ડીગ્રી સેલ્શિયસના તાપમાનમાં રાખવામાં આવશે.
આણંદ જિલ્લામાં 16 જાન્યુઆરીથી સરકારની સૂચના મુજબ કાર્યવાહી કારવામાં આવશે