- આણંદ જિલ્લામાં કરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં નોંધાયો હતો વધારો
- સરકારી સાથે ખાનગી આરોગ્ય સેવાઓનો લોકોએ લીધો હતો લાભ
- CT સ્કેન વગેરે માટે કેન્દ્રો બહાર દર્દીઓની લાગતી હતી લાંબી લાઈનો
આણંદઃ જિલ્લામાં ક્રિષ્ના એક્સરે નામે ડાઈગનિસ્ટીક સેન્ટર (Diagnostic Centers) ધરાવતા ડો. મિહિર દવે સાથે થયેલી ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન દર્દીઓની HRCT ટેસ્ટિંગ માટેનો ઘસારો ખૂબ વધી ગયો હતો. સાથે કોરોનાની બીજી લહેરમાં અચાનક દર્દીઓનો વ્યાપ વધી જવાથી કેન્દ્ર પર દિવસ દરમિયાન અંદાજીત 50 જેટલા દર્દીઓના CT સ્કેન કરવામાં આવતા હતા જે બીજી લહેર બાદ અત્યારે માત્ર ત્રણ-ચાર જેટલા દર્દીઓ આવી રહ્યા છે.
CT સ્કેન વગેરે માટે કેન્દ્રો બહાર દર્દીઓની લાગતી હતી લાંબી લાઈનો CT સ્કેન સેન્ટરના ડોકટર સાથે જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ કરવામાં આવી
આણંદ જિલ્લામાં કરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં નોંધાયો હતો વધારો જે અંગે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, આણંદમાં આવેલા તમામ CT સ્કેન સેન્ટરના ડોકટર સાથે જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ કરવામાં આવી હતી જે બાદ રિપોર્ટનો ચાર્જ દર્દીઓ પાસેથી લેવામાં આવ્યાં હતા. જ્યારે કોઈ દર્દીની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા જરૂરિયાત વાળા દર્દીઓને કેન્દ્ર પર નજીવા દરે પણ દર્દીને રિપોર્ટ કરી આપવામાં આવ્યાં છે. જે અંગે તેમને સંતોષ વ્યક્ત કર્યો હતો.
સરકારી સાથે ખાનગી આરોગ્ય સેવાઓનો લોકોએ લીધો હતો લાભ આ પણ વાંચોઃ રિયાલિટી ચેકઃ આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ
સરકારે જાહેર કરેલી SOP અને પ્રાઈઝનું થઈ રહ્યું છે પાલન
સરકારી સાથે ખાનગી આરોગ્ય સેવાઓનો લોકોએ લીધો હતો લાભ આણંદ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ચૂકેલા પ્રવીણભાઈના સગાએ જણાવ્યું હતું કે, આણંદમાં ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા લોહીના ટેસ્ટ માટેના ચાર્જીસ દર્દીઓને પોસાય તે પ્રમાણે લેવામાં આવે છે. લોહીના ટેસ્ટ, એન્ટીબોડી અને ડી ડાઈનમર જે ટેસ્ટ માટે સરકારે જાહેર કરેલી SOP અને પ્રાઈઝનું પૂર્ણ પાલન આણંદમાં થઈ રહ્યું છે.
સરકારી સાથે ખાનગી આરોગ્ય સેવાઓનો લોકોએ લીધો હતો લાભ આ પણ વાંચોઃ આણંદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરાઈ
જિલ્લામાં હાલ 20થી પણ ઓછા કેસ આવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ દર્દીઓને આવશ્યક રિપોર્ટ માટે સરકાર દ્વારા ચોક્કસ ભાવ જાહેર કરવામાં આવ્યાં છે જેનું પૂર્ણ પાલન આણંદની લેબોરેટરી અને CT સેન્ટરમાં કરવામાં આવે છે. જિલ્લા આરોગ્ય શાખામાં પણ અત્યાર સુધી કોઈ પ્રકારનો વધારે ચાર્જ વસૂલાતો હોવાની ફરિયાદ તંત્રને ધ્યાને આવી નથી. જિલ્લામાં પહેલા કોરોનાના કેસ દૈનિક ત્રણ ડિજિતમાં આવતા હતા. જોકે, હાલ સંક્રમિત દર્દીઓનો આંકડો 20થી નીચે આવી રહ્યો છે. ત્યારે હવે હોસ્પિટલ સાથે આ પ્રકારની લેબોરેટરી અને ડાઈગનિસ્ટીક સેન્ટર બહાર જામતી દર્દીઓની ભીડ પણ હવે ઓછી થઈ છે.
શું diagnostic centers કોરોનાકાળનો ફાયદો ઉઠાવી વધુ રૂપિયા ઉઘરાવી રહ્યાં છે?