ગુજરાત

gujarat

ETV Bharat / state

અમૂલ નિયામક મંડળમાં સરકારી સભ્યોની નિમણૂંક અને આજે હાઇકોર્ટેમાં સુનાવણી - હાઇકોર્ટ

6000 કરોડ ઉપરાંતનું ટન ઓવર ધરાવતી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી ગત્ત 23મી ઓકટોબરે આણંદ ખાતે અમૂલ ડેરીમાં યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠક વચ્ચે જંગ ખેલાયો હતો.

અમુલ નિયામક મંડળમાં સરકારી સભ્યોની નિમણૂંક અને આજે હાઇકોર્ટેમાં સુનાવણી
અમુલ નિયામક મંડળમાં સરકારી સભ્યોની નિમણૂંક અને આજે હાઇકોર્ટેમાં સુનાવણી

By

Published : Nov 24, 2020, 11:08 AM IST

  • AMUL સરકારી સભ્યોની નિમણુંક બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી
  • અમૂલમાં સરકારી પ્રતિનિધિઓના નિમણૂંક મામલે વિરોધ નોંધાયો હતો
  • ડિરેક્ટરો દ્વારા સરકારી પ્રતિનિધિઓની નિમણૂંક ન કરવા બાબતે કરાઈ હતી અપીલ
  • હાઈ કોર્ટની સુનાવણી બાદ ડેરીના વાઇસ ચેરમેન પદ માટેના મતની થશે ગણતરી
  • રાજેશ પાઠક અને રાજેન્દ્ર સિંહ પરમાર માટે 23 ઓક્ટોબરે થયું હતું મતદાન
  • અમૂલ ડેરીના ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા


આણંદઃ 6000 કરોડ ઉપરાંતનું ટન ઓવર ધરાવતી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી ગત્ત 23મી ઓકટોબરે આણંદ ખાતે અમૂલ ડેરીમાં યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠક વચ્ચે જંગ ખેલાયો હતો. 23 તારીખે યોજાયેલા મતદાનમાં અમૂલમાં ચૂંટાયેલા 13 ડિરેક્ટર સાથે સરકારે નિમણૂંક કરેલા ત્રણ સરકારી સભ્યોએ પણ મતદાન કર્યું હતું.

અમુલ નિયામક મંડળમાં સરકારી સભ્યોની નિમણૂંક અને આજે હાઇકોર્ટેમાં સુનાવણી
હાઈ કોર્ટની સુનાવણી બાદ ડેરીના વાઇસ ચેરમેન પદ માટેના મતની થશે ગણતરી

અમૂલ ડેરીમાં યોજાયેલી નિયામક મંડળની ચૂંટણીમાં મતદાન થયા બાદ હાઇકોર્ટના આદેશ અનુસાર ચૂંટણી અધિકારીએ તમામ પેઢીઓને સીલ કરીને હાઈકોર્ટમાં મોકલી આપી હતી. હાઇકોર્ટમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂંક અંગે સુનાવણી થયા બાદ ચુકાદો જાહેર થાય તે પછી હાઇકોર્ટની દેખરેખ હેઠળ વાઇસ ચેરમેનની ચૂંટણીમાં થયેલા મતદાન અંગેની ગણતરી હાથ ધરવામાં આવશે.

રાજેશ પાઠક અને રાજેન્દ્ર સિંહ પરમાર માટે 23 ઓક્ટોબરે થયું હતું મતદાન

સહકારી ક્ષેત્રે ખુબ મોટું નામ ગણાતી અમૂલ ડેરીમાં હવે રાજકારણ પગપેસારો કરતો દેખાઇ રહ્યો છે, હાલમાં યોજાયેલી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા અમૂલની સત્તા હડપ કરવા માટે એડીચોટીના જોર લગાવ્યા હતા. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા અમૂલ ડેરીના નિયામક મંડળના ત્રણ સરકારી પ્રતિનિધિઓ નિમવામાં આવ્યા હતા, જે અંગે amul ના તમામ ડિરેક્ટરોએ તેનો વિરોધ કર્યો હતો અને આ અંગે હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી. સહકારી ધોરણે સ્થપાયેલી સંસ્થા કે જેનો કોઇ સરકાર સાથે સીધુ લેવાદેવા હોતું નથી, તેમાં ત્રણ સરકારી પ્રતિનિધિ ન નિમવા! તે અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

અમુલ નિયામક મંડળમાં સરકારી સભ્યોની નિમણૂંક અને આજે હાઇકોર્ટેમાં સુનાવણી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ૨૩મી ઓકટોબરના રોજ હાઇકોર્ટના આદેશ અનુસાર યોજાઇ હતી જેમાં રામસિંહ પરમાર અમૂલના ચેરમેન તરીકે પોતાની સત્તા સાચવી રાખવામાં સફળ નીવડ્યા હતા, જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠક વચ્ચે મતદાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આજે હાઇકોર્ટમાં ત્રણ સરકારી સભ્યોનું નિયામક મંડળમાં ઉમેરા અંગે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે જે બાદ અમૂલ વાઇસ ચેરમેન પદ માટે થયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details