ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના વત્રામાં કૂવામાં કેમિકલયુક્ત પાણી ને પગલે સરપંચે ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત - પ્રમુખ દિપાવલી બેન ઉપાધ્યાય

ખંભાત તાલુકાના વત્રા ગામે કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.આ અંગે ગામના સરપંચે ઉચ્ચ કક્ષાએ કયા કારણોસર કૂવામાં કેમિકલયુક્ત પાણી આવે છે? તે અંગે રજૂઆતો કરી હતી. અને કારણભૂત તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી હતી.

આણંદના વત્રા
આણંદના વત્રા

By

Published : Dec 28, 2020, 7:21 AM IST

  1. ખંભાત તાલુકાના વત્રા ગામે કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા
  2. ગ્રામજનોની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
  3. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

આણંદ :છેલ્લા ઘણા સમયથી વત્રા ગામના કૂવાના પાણીના તળિયાના ભાગે થી રંગીન કેમિકલયુક્ત પાણી આવે છે. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ અંગે વત્રા ગામના સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી ,પરંતુ પરિણામ ન મળતાં આમ આદમી પાર્ટી આણંદ જિલ્લાના પ્રમુખ દિપાવલી બેન ઉપાધ્યાયએ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આવેદનપત્ર આપી આ અંગે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.

માં છેલ્લા ઘણા સમયથી કુવાના તળિયાના ભાગે કેમિકલયુક્ત પાણી આવે


રંગીન પાણીથી પશુઓને નુકશાન

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપવામાં આવેલા આવેદનપત્રમાં દિપાવલી બેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વત્રા ગામમાં છેલ્લા ઘણા સમયથી કુવાના તળિયાના ભાગે કેમિકલયુક્ત પાણી આવે છે.આ ઉપરાંત ખેતરો તથા પશુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કુવાના નીચેના ભાગમાં કયા કારણોસર રંગીન પાણી આવે છે તે અંગે તંત્રને જાણ કરવામાં આવી છે. ઉપરાંત ખેતરોમાં થયેલા નુકસાન તથા પશુ અને થયેલ નુકશાન અંગે પણ વળતર મેળવવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખે રજુઆત કરી છે.જો આ અંગે તાત્કાલિક ધોરણે કોઇ પગલા નહીં ભરવામાં આવે. તો વત્રા ગામના ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details