- વિદ્યાનગર નગરપાલિકા એ 3 વાગે બંધની કરી જાહેરાત
- વેપારીઓએ નગરપાલિકાના નિર્ણયને વખોડયો
- બંધના નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ
આણંદ: વિદ્યાનગર નગરપાલિકા એ 3 વાગે બંધની કરી જાહેરાત કરી છે. ત્યારેસમય મર્યાદામાં વધારો કરવા વેપારીઓએ પાલિકાને રજૂઆત કરી હતી. વિદ્યાનગર નગરપાલિકા દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને બજારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા માટે પત્ર જાહેર કરીને વેપારીઓને બંધનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
કરમસદ અને વિદ્યાનગર શહેરમાં પણ બજાર બંધ રાખવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો
આજથી બજારમાં બંધનું અમલીકરણ કરવા માટેની મુદતની શરૂઆત થઈ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયને વિદ્યાનગરના વેપારીઓ દ્વારા નકારવામાં આવ્યો છે. વેપારીઓની માગ છે કે, બજારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે સમજીને નગરપાલિકા દ્વારા વેપારીઓને આપવામાં આવેલી વેપાર મર્યાદામાં વધારો કરી આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સરકાર દ્વારા વિવિધ 20 શહેરોમાં લગાવવામાં આવેલા રાત્રી કરફ્યૂમાં આણંદ શહેરનો સમાવેશ થાય છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને અડીને આવેલા કરમસદ અને વિદ્યાનગર શહેરમાં પણ બજાર બંધ રાખવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.