ગુજરાત

gujarat

ETV Bharat / state

"જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ

આણંદ જિલ્લા ભારતિય જનતા પાર્ટીનું સ્નેહમિલન યોજાયુ હતુ, જેમાં નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાને પ્રતિક્રિયા (cm reaction on nonveg ban) આપી હતી. અને કહ્યુ હતુ કે, "જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી" જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ (gujarat non veg ban)ની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો જાણે આ નિર્ણય રાજ્યમાં જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક મહાનગરમાં ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.

"જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ
"જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ

By

Published : Nov 15, 2021, 10:33 PM IST

  • આણંદ જિલ્લા ભારતિય જનતા પાર્ટીનું સ્નેહમિલન
  • જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી: ભુપેન્દ્ર પટેલ
  • આણંદના બાંધણી ચોકડીએ આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં કર્યું આયોજન

આણંદ: જિલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી ગામે આવેલ એક પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન (anand bjp get together ) રાખવામાં આવ્યો હતો, જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ઘ્વારા તેમની આગવી સહજતા પૂર્વકની શૈલીમાં કાર્યકરોને સંબોધન (cm reaction on nonveg ban ) કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં બહુચર્ચિત બનેલ જાહેરમાં ઈંડા અને માંસાહારના વેચાણ કેન્દ્રો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, સરકાર ઘ્વારા હાલ મહાનગર તથા નગરપાલિકા હદ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ નથી જેને જે ખાવું હોઈ તે ખાઈ શકે છે ફક્ત તે જગ્યા દબાણમાં ના હોવી જોઈએ અને ત્યાં મળતો ખોરાખ ગ્રહકને હાનિકારક ન હોવો જોઈએ, તેમ સંબોધનમાં જણાવ્યું હતું.

"જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ

કોરોના ગાઈડ લાઈનનું સરે આમ ઉલ્લંઘન

ઉલ્લેખનીય છે કે દિવાળીના પર્વ બાદ ઉજવાતા નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો સંગઠનના પદ અધિકારીઓ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વર્તમાન સમય અનુરૂપ સરકાર ઘ્વારા જાહેર કરાયેલા કોરોના ગાઈડ લાઈનનું સરે આમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ભીડમાં હોદેદારો નેતાઓ કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. કોરોનાની બીજી લહેર બાદ તહેવારોમાં જામેલી ભીડ થકી જિલ્લામાં કોરોના સંક્રમીતોના આંકડા પુનઃ જોવા મળી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન આર્યક્રમમાં માસ્ક વગર એકઠી થયેલી કાર્યકરોની ભીડ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિરામય ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા કેટલું મદદ રૂપ બનશે તે એક સવાલ બની ઉભરી રહ્યો છે.

આ પણ વાંચો:ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવવાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો સર્વે

આ પણ વાંચો:રાજકોટમાં જાહેર રસ્તાઓ પરથી ઈંડા- નોનવેજની લારીઓ દૂર કરાશે, મેયરનો આદેશ

ABOUT THE AUTHOR

...view details