આણંદઃ દેશમાં ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિને લઈ રાજકારણમાં અવારનવાર નવા મુદ્દાઓ પર પક્ષ અને વિપક્ષ અનેક આંકડાકીય વાતચીત કરતા હોય છે. યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ અનએમ્પલોઈડના ટોલ ફ્રી નંબરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા લોન્ચ કરાયેલા નંબર પર મિસકોલ મારી બેરોજગાર યુવાનોને NRUના સમર્થનમાં રજિસ્ટર થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લામાં NRUની શરૂઆત કરાઈ - આણંદ
યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારતમાં NRU રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરી યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગાર, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો માટે જાગૃત કરી દેશને સાચી દિશામાં આગળ વધે તે માટેના રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જેને આણંદ જિલ્લામાં, યૂથ કોંગ્રેસના આગેવાનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુથ કોંગ્રેસના આગેવાન અલ્પેશ પુરોહિત એ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દેશના યુવાનોને જાતિ અને ધર્મના નામે ગેરમાર્ગે દોરી રહી છે. દેશમાં સાચા મુદ્દાઓથી યુવાનોને તથા ભોળી જનતાને ગુમરાહ કરી રહી છે. વર્તમાન સરકાર કેન્દ્ર અને રાજ્યમાં બહુમતીના જોરે કાયદાઓ પસાર કરી દીધો હોય, તથા જે વિસ્તારોમાં કોઈ જ પ્રકારનું આ કાયદાઓનો વિરોધ ન હોવા છતાં, તેના સમર્થનમાં રેલીઓ કરી યુવાનોને તથા વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહી છે.
રોજગારી શિક્ષણ વ્યવસાય વિકાસના મુદ્દાઓથી તેમને અલગ કરી જાતિ અને ધર્મવાદના મુદ્દા ઉપર ખોટી રીતે ફેરવી રહ્યા હોય, જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને સાચી દિશા બતાવવા માટે અને રોજગારી અને શિક્ષણ આરોગ્યની પાયાની જરૂરિયાતો માટે જાગૃત કરવા NRU રજિસ્ટ્રેશનને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં મિસકોલ કરી આણંદ જિલ્લાની જનતાને જોડાવા માટે આગેવાનો દ્વારા આહ્વાન કરાયું હતું.