ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લાની મહત્વની ઘટનાઓ પર એક નજર. - આણંદ

આણંદઃ જિલ્લામાં આજે બનેલી ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ...

Annad district news today
જિલ્લામાં આજે બનેલી ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ...

By

Published : Dec 22, 2019, 6:33 PM IST

આણંદ શહેરમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને રાજકોટ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. ધરપકડ બાદ આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે આણંદ ટ્રાન્સફર કર્યા.

જિલ્લામાં બનેલી ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ...
જિલ્લામાં બનેલી ઘટનાઓ પર ETV ભારતનો વિસ્તૃત અહેવાલ...
કલેકટર તરીકે કાર્યભાર સંભાળનારા જી. ગોહિલ દ્વારા સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

આણંદમાં વર્ષ 2015માં કરાયેલી 16 કરોડની છેતરપિંડી મામલે હાઇકોર્ટ દ્વારા IG એ. કે. જાડેજાને જવાબ માટે તપાસ માટે બોલાવામાં આવ્યા. ત્રણ જેટલા શખ્સો દ્વારા વર્ષ 2015માં 16 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડીની ફરિયાદ આણંદ ટાઉનમાં નોંધાઇ હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે મોટીવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આણંદ શાસ્ત્રી મેદાન ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. લોકોને યોગ અને તેનાથી થતા ફાયદાથી અવગત કરી નાગરિકોનાં તંદુરસ્ત જીવન માટે યોગને અપનાવવા માટે કરાયા સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા.

આણંદમાં કલેકટર તરીકે કાર્યભાર સંભાળનારા જી. ગોહિલ દ્વારા સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં કલેકટરે જન વિકાસના કાર્યોને આગળ વધારવા માટેની ખાતરી આપી. વિરોધપક્ષના ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસના કાર્યોને લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે અપીલ કરી.

વૃદ્ધા પાસેથી 60 હજાર રૂપિયા ભરેલો થેલો જુંટવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધું તપાસ હાથ ધરી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અને પ્રકૃતિ ખેતીના મહત્વથી આવગત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનથી વિઝિટર વિઝા પર ભારત આવી આણંદ જિલ્લામાં વસેલા 30 શરણાર્થી પરિવારોએ નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં પ્રદર્શન કર્યું. પાકિસ્તાન અને ભારતમાં સોના ચાંદી જેટલો ફરક છે. તેમને નાગરિકતા મળી જશે તો નવું જીવન મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વિદ્યાનગર ખાતે ABVP દ્વારા નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં કલમ 144 લાગુ હોવા છતાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થયા હતા. આ સમર્થન પ્રદર્શન સામે પોલીસની રહેમ નજર રાખવા બદલ વિરોધ પક્ષે સવલો ઉઠાવ્યા હતા..

આણંદ જિલ્લામાં આગામી ત્રણ રવિવાર સુધી મતદાર નોંધણી ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં મતદારોને ચુંટણી કાર્ડ અને ચુંટણી કાર્ડમાં સુધારાની કાર્યવાહી કરવામાં આવશે. મતદાર યાદી તૈયાર કરી નવા નામ ઉમેરવાની કાર્યવાહી પણ આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે.

એન. એસ. પટેલ આર્ટસ કોલેજની સુવર્ણ જયંતી નિમિત્તે 700થી વધુ અર્થશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં અર્થશાસ્ત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ગુજરાત અર્થશાસ્ત્ર અસોસિએશન દ્વારા અર્થતંત્ર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. દેશભરમાંથી આવેલ અર્થશાસ્ત્રીઓ આ શિબિરમાં ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details